19 November, 2022 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિઝર્વ બૅન્ક
મુખ્ય ફુગાવો હળવો થવાના સંકેત આવવાની શરૂઆત સાથે સ્થાનિક મૅક્રો ઇકૉનૉમિક આઉટલુક સ્થિતિસ્થાપક હોવાનું જણાય છે. જોકે એ હજી પણ વૈશ્વિક ઘટનાઓ માટે સંવેદનશીલ છે, એમ આરબીઆઇના એક લેખમાં શુક્રવારે જણાવ્યું હતું.
તાજેતરના રિઝર્વ બૅન્કના બુલેટિનમાં પ્રકાશિત થયેલા લેખમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્ર માટેનો દૃષ્ટિકોણ ડાઉનસાઇડ જોખમોથી ઘેરાયેલો છે. વૈશ્વિક નાણાકીય સ્થિતિ કડક થઈ રહી છે અને બજારની તરલતા બગડતી હોવાથી નાણાકીય ભાવની ગતિશીલતા વધી રહી છે.
બજારો હવે પૉલિસી દરમાં મધ્યમ વધારાની સાથે ભાવ નિર્ધારિત કરી રહ્યા છે અને જોખમ પરની ભૂખ પાછી આવી છે. ભારતમાં, અર્થતંત્રમાં પુરવઠાનાં કારણો મજબૂત થઈ રહ્યાં છે, એ નોંધ્યું છે.
દેશમાં શહેરી માગ મજબૂત દેખાય છે, જ્યારે ગ્રામીણ માગ શાંત, છે પરંતુ તાજેતરમાં જ એ ખેંચાઈ રહી છે એમ ઉમેરે છે.