નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૪૫૭ અને નીચામાં ૨૩,૯૧૨ મહત્ત્વની સપાટીઓ

28 October, 2024 08:41 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૦૬૮ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૭૫૬.૪૦ પૉઇન્ટના નેટ ધટાડે ૨૪,૧૯૨.૭૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૮૨૨.૪૬ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૯,૪૦૨.૨૯ બંધ રહ્યો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૦૬૮ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૭૫૬.૪૦ પૉઇન્ટના નેટ ધટાડે ૨૪,૧૯૨.૭૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૮૨૨.૪૬ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૯,૪૦૨.૨૯ બંધ રહ્યો. ઉપરમાં ૮૦,૨૫૩ ઉપર ૮૦,૩૫૦, ૮૦,૬૫૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૯,૧૩૭ નીચે ૭૯,૦૯૦, ૭૮,૧૦૦, ૭૭,૧૨૦, ૭૬,૨૫૦ સુધીની શક્યતા. બજાર ઓવરસોલ્ડ છે. ચાલુ સપ્તાહે માસિક એક્સપાયરી પણ છે. સચોટ સંકેતો વિના નવી લેવાલીથી દૂર રહેવું હિતાવહ.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૩,૯૧૨ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (પૅટર્ન જ્યાંથી શરૂ થઈ હોય એટલે કે ડાબી બાજુએ પૅટર્નની ઊંચાઈ (વર્ટિકલ લાઇન) મળે છે. પૅટર્ન માટે ભલે ઓછામાં ઓછી જરૂરિયાત ચાર રિવર્સલ પૉઇન્ટની છે, પણ હકીકતમાં છ રિવર્સલ પૉઇન્ટ હોય છે. આનો મતલબ એમ કે ત્રણ ટૉપ અને ત્રણ બૉટમ મળીને પાંચ વેવની રચના થાય છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૭૫૫.૧૦ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

હિન્દ કૉપર (૨૭૧.૭૫) ૩૫૩ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપર ૨૯૮ ઉપર ૩૦૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૬૯ નીચે ૨૬૫, ૨૫૮, ૨૫૩, ૨૪૧, ૨૩૦ સુધીની શક્યતા.

ડીએલએફ (૭૭૭.૦૦) ૯૨૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૮૭ ઉપર ૮૦૬, ૮૧૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૬૬ નીચે ૭૫૨, ૭૩૫, ૭૧૭, ૭૦૬, ૬૮૩ સુધીની શક્યતા.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૦,૮૪૬.૧૦) ૫૧,૧૮૫.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧,૬૩૩, ૫૧,૮૯૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૦,૩૭૪ નીચે ૫૦,૨૫૫, ૪૯,૮૧૫ તૂટે તો ૪૯,૪૦૦ સુધીની શકયતા.

નિફ્ટી ફ્યુચર (૨૪,૧૯૨.૭૫)

૨૬,૪૦૨.૯૦ના બૉટમથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૪૫૭ ઉપર ૨૪,૫૪૦, ૨૪,૬૭૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪,૦૬૮ નીચે ૨૩,૯૧૨ તૂટે તો ૨૩,૮૩૦, ૨૩,૫૧૨, ૨૩,૩૯૦, ૨૩,૨૦૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

કોલ ઇ​ન્ડિયા (૪૬૧.૧૦)

૫૪૩.૫૫ના બૉટમથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૭૭ ઉપર ૪૮૪, ૪૯૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૫૮ નીચે ૪૫૧ મહત્ત્વની સપાટી ગણાય. જેની નીચે ૪૪૨, ૪૩૫, ૪૨૫, ૪૧૬ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

વોલ્ટાસ (૧૭૫૪.૮૫)

૧૯૦૨ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૬૭ ઉપર ૧૬૯૫, ૧૮૨૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૭૩૮ નીચે ૧૭૨૩, ૧૬૭૮, ૧૬૩૪, ૧૫૮૯, ૧૫૪૫ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર- બેટીના બાપ બનવું કાચાનું કામ છે નહીં, તેની વિદાય વખતે પર્વત થવું પડે છે.        - ડૉ.માર્ગી દોશી

 

 

nifty bombay stock exchange diwali festivals stock market share market business news