10 November, 2023 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જ્વેલેરીની પ્રતીકાત્મક તસવીર
તહેવારોની મોસમમાં ધનતેરસ (Dhanteras 2023)નું વિશેષ મહત્વ છે. આજે ધનતેરસનો પવિત્ર દિવસ છે, તેથી અન્ય ખરીદીની સાથે લોકો સોના-ચાંદીની પણ ખૂબ ખરીદી કરતાં હોય છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આજે સોના અને ચાંદીના ભાવમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજે સોનું ખરીદતી વખતે તમે ઘણી બ્રાન્ડ્સ પર ભારે ડિસ્કાઉન્ટ અને સારી એવી ડીલ્સ પણ મેળવી શકો છો.
આજે ધનતેરસ (Dhanteras 2023)ના દિવસે સોના-ચાંદીના ભાવ (Gold Silver Price)માં ખૂબ જ સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. 10 નવેમ્બરે 22 કેરેટ સોનાની કિંમત 56,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગયા ગુરુવારની સરખામણીએ આમાં 300 રૂપિયાનો વધારો નોંધાયો છે. 9 નવેમ્બરે 22 કેરેટ સોનાની કિંમત 55,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત (ધનતેરસ પર સોનાનો દર) 61,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જે છેલ્લા સત્રની સરખામણીમાં 330 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો છે. 9 નવેમ્બરે 24 કેરેટ સોનાની કિંમત 60,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
જો દેશના મોટા શહેરોમાં આજના ભાવ જોવા જઈએ તો દિલ્હીમાં 22 કેરેટ રૂ 56,150 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ રૂ 61,580 પ્રતિ 10 ગ્રામ તો મુંબઈમાં 22 કેરેટ રૂ 56,000 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ રૂ 61,090 પ્રતિ 10 ગ્રામ છે. આ જ ભાવ કોલકાતામાં 22 કેરેટ રૂ 56,000 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ રૂ 61,090 પ્રતિ 10 ગ્રામ તો ચેન્નાઈમાં 22 કેરેટ રૂ 56,450 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ રૂ 61,580 પ્રતિ 10 ગ્રામ છે. બેંગલુરુમાં 22 કેરેટ રૂ 56,000 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ રૂ 61,090 પ્રતિ 10 ગ્રામ, હૈદરાબાદમાં 22 કેરેટ રૂ 56,000 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ રૂ 61,090 પ્રતિ 10 ગ્રામ, લખનૌમાં 22 કેરેટ રૂ 56,150 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ રૂ 61,240 પ્રતિ 10 ગ્રામ અને પટનામાં 22 કેરેટ રૂ 56,050 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ રૂ 61,140 પ્રતિ 10 ગ્રામ ભાવ જોવા મળી રહ્યો છે.
વર્ષ 2020માં કોરોનાનો સમયગાળા ચાલી રહ્યો હતો ત્યારે 13 નવેમ્બરના રોજ ધનતેરસ (Dhanteras 2023)નો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે સોનાની કિંમતમાં જોરદાર વધારો નોંધાયો છે. સોનાની કિંમત 51,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ હતી. જો કે, વર્ષ 2021 સુધીમાં સોનાની કિંમતમાં નરમાઈ શરૂ થઈ હતી. વર્ષ 2021માં ધનતેરસ 2 નવેમ્બરે ઉજવવામાં આવી હતી. ગયા વર્ષની સરખામણીમાં આ દિવસે સોનાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ધનતેરસના દિવસે સોનાનો ભાવ 47,650 રૂપિયાની આસપાસ હતો.
જો તમે આજે ધનતેરસ (Dhanteras 2023)ના દિવસે સોનાની ખરીદી કરવા જઈ રહ્યા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજકાલ સોનાની વધતી કિંમતોને કારણે બજારમાં નકલી સોનું ઘણું ઉપલબ્ધ છે. છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. આવી સ્થિતિમાં કોઈપણ જ્વેલર પાસેથી સોનું ખરીદતી વખતે 6 અંકના હોલમાર્કને ચોક્કસપણે તપાસો. આ સિવાય જો તમે ઇચ્છો તો BIS કેર એપ દ્વારા પણ સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. આ સિવાય તમારે સોનું ખરીદતી વખતે મેકિંગ ચાર્જ વિશે પણ જાણકારી મેળવવી જોઈએ. હંમેશા કાર્ડ અથવા ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરવાનો પ્રયાસ કરો. સોનું અને ચાંદી ખરીદ્યા પછી ચોક્કસપણે માન્ય બિલ માંગી લો.