18 February, 2023 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ કાઉન્સિલે જીએસટીની મુક્તિમર્યાદાને વધારીને ૧.૫ કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર કરવા વિશે વિચારવું જોઈએ અને રાજ્ય મુજબ
નોંધણીની જરૂરિયાતને પણ દૂર કરવી જોઈએ, જે અનુપાલનને સરળ બનાવવામાં મદદ કરશે, એમ આર્થિક થિન્ક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશ્યેટિવે જણાવ્યું હતું.
જીએસટી હેઠળ હાલમાં દેશમાં ૧.૪ કરોડ નોંધાયેલા કરદાતાઓ છે, જે એને પરોક્ષ કર માટેનું સૌથી મોટું વૈશ્વિક પ્લૅટફૉર્મ બનાવે છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશ્યેટિવે પરિવર્તનીય વૃદ્ધિના આગલા તબક્કા માટે ૭ સુધારાની ભલામણ કરતી વખતે જણાવ્યું હતું કે કાઉન્સિલે હવે અનુપાલનને સરળ બનાવીને લાભોને એકીકૃત કરવાની જરૂર છે. જીએસટી મુક્તિમર્યાદા વધારીને ૧.૫ કરોડ રૂપિયા કરવાનું સૂચન કર્યું હતું, જે એને લાગે છે કે ભારતના એમએસએમઈ ક્ષેત્ર
માટે ગેમ ચેન્જર હશે અને તેમને રોજગાર સર્જન અને વૃદ્ધિના માર્ગ પર સેટ કરશે.
હાલમાં, માલસામાન માટે ૪૦ લાખ રૂપિયા અને સેવાઓ માટે ૨૦ લાખ રૂપિયાથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતી પેઢીઓ માટે જીએસટી માટે નોંધણી વૈકલ્પિક છે.