29 October, 2022 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
એક ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોરે માર્ગથી રેલ તરફના મૉડેલને પ્રોત્સાહન આપ્યું છે, તેમ છતાં સેક્ટર રેગ્યુલેટરની ગેરહાજરી સહિતનાં ઘણાં પરિબળો આ શિફ્ટને અવરોધે છે, એમ શુક્રવારે એક અહેવાલમાં જણાવાયું હતું.
ક્રેડિટ રેટિંગ એજન્સી કૅરએજ અનુસાર, રેલવે દ્વારા પરિવહન કરાયેલા કન્ટેનર કાર્ગો એકંદર કુલ કાર્ગો વૉલ્યુમમાં ૧૨.૫૧ ટકા વૃદ્ધિની સરખામણીએ પાછલા નાણાકીય વર્ષ દરમ્યાન વાર્ષિક ધોરણે ૧૭.૬૩ ટકા વધીને ૭૪૩.૮ લાખ ટન થયો છે.
ગયા નાણાકીય વર્ષ દરમ્યાન રેલ સહ-કાર્યક્ષમતા પણ ૧૧૫ બેસિસ પૉઇન્ટ વધીને ૨૬.૭૦ ટકા થઈ હતી, જે મુખ્યત્વે પશ્ચિમ કિનારે મુન્દ્રા અને પીપાવાવ બંદરો સાથે સમર્પિત ફ્રેટ કૉરિડોરની આંશિક કનેક્ટિવિટી દ્વારા સમર્થિત છે, એમ તેણે જણાવ્યું હતું.
રેટિંગ એજન્સીએ ઉમેર્યું હતું કે આ માર્ગોથી રેલ તરફના મૉડેલ શિફ્ટની શરૂઆત દર્શાવે છે.
તેણે નોંધ્યું હતું કે જૂન, ૨૦૨૩ સુધીમાં આવા પ્રોજેક્ટની નિર્ધારિત સમાપ્તિ, ખર્ચ-અસરકારક ડબલ-સ્ટૅક કન્ટેનર ટ્રેનોની વધેલી ટ્રિપ્સ અને રેલવે મારફતે સિમેન્ટ કાર્ગોનું વધતું જતું પ્રમાણ રસ્તાઓથી રેલ તરફના સ્વિચને પ્રભાવિત કરતાં મુખ્ય પરિબળો છે.
કૅરએજે જણાવ્યું હતું કે તે માને છે કે કેટલાક રૂટ માટે ટ્રાન્ઝિટ સમયગાળામાં ૪૦-૫૦ ટકાના ઘટાડા સાથે ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર હેઠળ ટ્રાન્ઝિટ ઍશ્યૉરન્સ આ સંક્રમણને વેગ આપશે.