31 August, 2019 06:02 PM IST |
Reliance jioની ફાઈબર હોમ બ્રોડબેન્ડ સર્વિસ Jio Fiberનું કોમર્શિયલ લોન્ચિંગ 5 સપ્ટેમ્બરના થશે. એજીએમ દરમિયાન મુકેશ અંબાણીએ ખાતરી આપી હતી કે આ સર્વિસ માટે ગ્રાહકોને દરમહિને 700 રુપિયાની શરૂઆતી કિમત પર ઉપલબ્ધ કરાવવામાં આવશે એટલુ નહી આ બ્રોડબેન્ડની સ્પીડ 100 mbpsથી લઈને 1Gbps સુધીની રહેશે. હાલ જિયો તરફથી તેની પ્રાથમિક ઓફરની માહિતી આપવામાં આવી છે જ્યારે અન્ય ઓફર્સ આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે કે Jio Fiber સર્વિસ 2 મહિના માટે ફ્રીમાં આપવામાં આવી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની એક રિપોર્ટ અનુસાર Jio Fiber 2 મહિના માટે ફ્રીમાં આપવામાં આવી શકે છે. હાલ પ્રીવ્યૂ ઓફર અંતર્ગત જિયો તરફથી જિયોફાઈબર કનેક્શન માટે સિક્યોરિટી ડિપોઝીટ રૂપે 2,500 રુપિયા વસૂલ કરવામાં આવી રહ્યાં છે પરંતુ મળતી માહિતી અનુસાર કંપની ઈન્સ્ટોલેશન ફી તરીકે માત્ર 1000 રુપિયા લેશે અને 1,500 રુપિયા સિક્યોરિટી ડિપોઝીટ તરીકે લેશે. ઈન્સ્ટોલેશન ફી તરીકે લેવાતા 1,000 રુપિયા નોન રીફન્ડેબલ રહેશે.
આ પણ વાંચો: Jio Fiber સામે BSNL Rs 700માં આપશે લેન્ડલાઇન, બ્રૉડબૅન્ડ, સેટ-ટૉપ બૉક્સ
કંપની 2,500 રુપિયાના સિક્યોરિટી ડિપોઝિટ પર સિંગલ બેન્ડ રાઉટર અને 50 Mbpsની સ્પીડ વાળુ કનેક્શન આપશે. જ્યારે 4,500 રૂપિયીની સિક્યોરિટી ડિપોઝિટ પર ગ્રાહકોને ડબલ બેન્ડ રાઉટર અને 100 Mbps સુધીની સ્પીડ વાળુ કનેક્શન મળશે. AGM દરમિયાન મુકેશ અંબાણીએ Jio Fiber પ્રીવ્યૂ ઓફરની જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત 4K/HD TV અને 4K સેટ-અપ બોક્સ ફ્રીમાં આપવામાં આવશે.