ટ્રમ્પના વિજયની શક્યતા વર્તાતાં ક્રિપ્ટો માર્કેટમાં વૃદ્ધિ  

02 July, 2024 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇસી૧૫ ઇન્ડેક્સ ૧૭૫૩ પૉઇન્ટ વધ્યો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનવાની શક્યતાઓ વધી રહેલી જોતાં સોમવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૨.૨૨ ટકા (૧૭૫૩ પૉઇન્ટ) વધીને ૮૦,૬૨૯ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૮,૮૭૬ ખૂલીને ૮૧,૬૮૭ની ઉપલી અને ૭૮,૫૪૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મોટા ભાગના ઘટક કૉઇનના ભાવ વધ્યા હતા, જેમાંથી ચેઇનલિન્ક, અવાલાંશ, સોલાના અને કાર્ડાનો ૩થી ૬ ટકાની રેન્જમાં ટોચના વધનાર હતા. ટોનકૉઇન અને લાઇટકૉઇન ઘટ્યા હતા.

ક્રિપ્ટો-ઉદ્યોગને લગતી નોંધપાત્ર ઘટનામાં ઑસ્ટ્રેલિયાના કરવેરા વિભાગે ​ક્રિપ્ટો વ્યવહારોમાં થતા નફાની નોંધ લેવા માટે નવી વ્યવસ્થા તૈયાર કરી છે. એની મદદથી કરવેરાની ચોકસાઈપૂર્ણ આકારણી થઈ શકશે.

દરમ્યાન હવાઈએ ક્રિપ્ટો કંપનીઓને કામકાજ કરવા માટે મની ટ્રાન્સફર લાઇસન્સ લેવાના નિયમમાંથી મુક્તિ આપી દીધી છે.

crypto currency bitcoin business news