ક્રિપ્ટો માર્કેટમાં શરૂઆતના ઘટાડા પછી આવ્યો ઉછાળો

13 September, 2023 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇસી૧૫ ઇન્ડેક્સ ૭૪૫ પૉઇન્ટ વધ્યો

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે દિવસના પ્રારંભે ઘટાડાનું વલણ હતું, પણ પછીથી ઓચિંતાં વૃદ્ધિ થવા લાગી હતી. પરિણામે ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૨.૨૪ ટકા (૭૪૫ પૉઇન્ટ) વધીને ૩૩,૯૪૭ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૩૩,૨૦૨ ખૂલીને ૩૪,૧૦૫ની ઉપલી અને ૩૨,૨૯૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ ઘટક કૉઇન વધ્યા હતા. સોલાના, યુનિસ્વૉપ, અવાલાંશ અને કાર્ડાનોમાં ૪થી ૭ ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી. બીટકૉઇન અનેક દિવસ બાદ ૨૬,૦૦૦ ડૉલરની ઉપર ગયો હતો.

દરમ્યાન બૅન્ક ઑફ ઇન્ટરનૅશનલ સેટલમેન્ટ્સે નાણાકીય ક્ષેત્રમાં સસ્ટેનેબિલિટી લાવવાની દૃષ્ટિએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સની મદદથી બ્લૉકચેઇન આધારિત સસ્ટેનેબલ ફાઇનૅન્સ સોલ્યુશન્સ વિકસાવવાની હાકલ કરી છે. બીજી બાજુ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની પેટા કંપની ઝોડિયા કસ્ટડીએ સિંગાપોરમાં ડિજિટલ ઍસેટ ઉદ્યોગની કસ્ટડી સંબંધિત જરૂરિયાતો પૂરી કરવા માટે એ દેશમાં પોતાની સેવાઓ આપવાની શરૂઆત કરી છે.  

crypto currency business news