Closing Bell: લીલા નિશાનમાં બંધ થયું શેરબજાર છતાં ધોવાઈ ગઈ બે લાખ કરોડની સંપત્તિ

09 February, 2024 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બૅન્કના શેરોમાં ખરીદીને કારણે ભારતીય શેરબજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું

પ્રતીકાત્મક તસવીર

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બૅન્કના શેરોમાં ખરીદીને કારણે ભારતીય શેરબજાર (Closing Bell) મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું. બજારમાં આ ઉછાળો મોટી સરકારી અને ખાનગી બૅન્કોના શેરની ખરીદીને કારણે હતો, જેના કારણે BSE સેન્સેક્સ 167 પોઈન્ટના ઉછાળા સાથે 71,595 પોઈન્ટ પર, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જ (Closing Bell)નો નિફ્ટી 64 પોઈન્ટના ઉછાળા સાથે 21,782 પોઈન્ટ પર બંધ થયો હતો.

બજાર મૂલ્યમાં ઘટાડો

શેરબજાર ભલે ઊંચા સ્તરે બંધ થયું હોય, પરંતુ લિસ્ટેડ કંપનીઓના બજાર (Closing Bell) મૂલ્યમાં ઘટાડો નોંધાયો છે. આજે ટ્રેડિંગના અંતે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂા. 386.43 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂા. 388.72 લાખ કરોડ હતું. આજના વેપારમાં બજાર મૂલ્યમાં રૂા. 2.29 લાખ કરોડનો ઘટાડો થયો છે.

સેક્ટરની સ્થિતિ

આજના કારોબારમાં બૅન્કિંગ શેરોમાં ખરીદીના કારણે બૅન્ક નિફ્ટી 622 પોઈન્ટના ઉછાળા સાથે 45,634 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ સિવાય ફાર્મા, એફએમસીજી, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે ઑટો, આઈટી ઑઈલ ઍન્ડ ગેસ, મેટલ્સ, એનર્જી, મીડિયા અને રિયલ એસ્ટેટ ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 ઉછાળા સાથે અને 14 ઘટાડા સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેરો લીલા નિશાનમાં અને 23 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.

આજના કારોબારમાં સરકારી કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2.66 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. રેલવે, ડિફેન્સ, પાવર અને એનર્જીને લગતી કંપનીઓ સહિત નાની અને મધ્યમ સરકારી બેન્કોના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.

શૅરબજાર ઉપલા મથાળેથી ૧૨૪૩ અને છેવટે ૭૨૩ પૉઇન્ટ ડાઉન, દોષનો ટોપલો રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ પર

રિઝર્વ બૅન્કે એકંદર ધારણા મુજબની ધિરાણનીતિ આપી છે. સતત છઠ્ઠી વખત વ્યાજદર યથાવત રાખ્યો છે. આ નિર્ણય રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીએ સર્વાનુમતે નહીં, પરંતુ ૬માથી ૫ સભ્યની સહમતીથી લીધો છે. એક સભ્ય પ્રો જયંત વર્ષા રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવાની ફેવરમાં હતા એ સૂચક છે. મતલબ કે હવે પછીની પૉલિસી મીટિંગમાં વ્યાજદર ઘટે તો નવાઈ નહીં. ત્યાં સુધીમાં તો સંસદીય ચૂંટણીનું બ્યુગલ પણ વાગી ગયું હશે. દરમ્યાન સેન્સેક્સ આગલા બંધથી ૩૦૧ પૉઇન્ટ પ્લસમાં ૭૨,૪૭૩ ખૂલી છેવટે ૭૨૩ પૉઇન્ટ ગગડી ૭૧,૪૨૮ તથા નિફ્ટી ૨૧૩ પૉઇન્ટ ખરડાઈ ૨૧,૭૧૮ બંધ થયો છે. ગુરુવારે બજાર ઓપનિંગને જ ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી ધિરાણનીતિની જાહેરાત બાદ નીચામાં ૭૧,૨૩૦ થયું હતું. બોલે તો ઉપલા મથાળેથી ૧૨૪૩ પૉઇન્ટનો ધબડકો. બન્ને બજારના મોટા ભાગના સેક્ટોરલ ડાઉન થયા છે. રેટ સેન્સિટીવ સેગમેન્ટમાં ઑટો ઇન્ડેક્સ એકાદ ટકો, કૅપિટલ ગુડ્સ ૦.૭ ટકા, ફાઇનૅન્સ દોઢ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અડધો ટકો, રિયલ્ટી પોણો ટકો નરમ હતા.

share market stock market national stock exchange bombay stock exchange nifty sensex business news