Closing Bell: રેકૉર્ડ હાઈ પર બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, આ શૅરોમાં રોકાણ કરનારા થયા માલામાલ

15 September, 2023 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય શેરબજાર રેકૉર્ડ ઊંચાઈ પર બંધ થયું છે. બેન્કિંગ, ઑટો અને આઈટી શેરોમાં જોરદાર ખરીદીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું

પ્રતીકાત્મક તસવીર

ભારતીય શેરબજાર (Indian Share Market) રેકૉર્ડ ઊંચાઈ પર બંધ (Closing Bell) થયું છે. બેન્કિંગ, ઑટો અને આઈટી શેરોમાં જોરદાર ખરીદીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું. આજે બજાર બંધ સમયે BSE સેન્સેક્સ (Sensex) 320 પોઈન્ટના ઉછાળા સાથે 67,838 પોઈન્ટ અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 90 પોઈન્ટના ઉછાળા સાથે 20,192 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

સેક્ટરની સ્થિતિ

આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઑટો, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. મિડ-કેપ અને સ્મૉલ-કેપ શેરોમાં ઉછાળાને કારણે EM ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધ્યા અને 10 લાલ નિશાનમાં બંધ થયા હતા, જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી 30 શેરમાં વધારો અને 30માં ઘટાડો જોવા મળ્યો છે.

રોકાણકારોની સંપત્તિમાં આટલા લાખ કરોડનો વધારો

શેરબજારમાં અભૂતપૂર્વ ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂા. 323.20 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂા. 322.17 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂા. 1.03 લાખ કરોડનો વધારો થયો છે.

આ શૅરોમાં નોંધનીય વધ-ઘટ

આજના વેપારમાં ભારતી એરટેલ 2.37 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.23 ટકા, HCL ટેક 1.66 ટકા, ટાટા મોટર્સ 1.57 ટકા, ટેક મહિન્દ્રા 1.51  ટકા, HDFC બેન્ક 1.25 ટકા, TCS 1.14 ટકા, વિપ્રો 1.07 ટકા, Axis 1.90 ટકા, N.60 ટકા, N.50 ટકા તે 100 ટકાના વધારા સાથે બંધ થયો છે. જ્યારે એશિયન પેઇન્ટ્સ 1.32 ટકા, એચયુએલ 1.26 ટકા, બજાજ ફિનસર્વ 1.01 ટકા, એનટીપીસી 0.69 ટકા, પાવર ગ્રીડ 0.67 ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક 0.49 ટકા, કોટક મહિન્દ્રા 0.40 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

share market stock market nifty sensex bombay stock exchange national stock exchange business news