Closing Bell: નિફ્ટી 25000 ઉપર બંધ, સેન્સેક્સમાં પણ મજબૂત ઉછાળો

26 August, 2024 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરો ઉછાળા સાથે અને 9 નુકસાન સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટીના 50 શેરો (Closing Bell)માંથી 32 શેરો ઉછાળા સાથે અને 18 નુકસાન સાથે બંધ થયા હતા

પ્રતીકાત્મક તસવીર

ફેડ રિઝર્વના ચેરમેન દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાના સંકેતોને કારણે ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશન (Closing Bell)માં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. આઈટી અને બૅન્કિંગ શેરોમાં ખરીદારીથી બજારમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આજના કારોબારમાં નિફ્ટી ફરીથી 25,000ના ઐતિહાસિક આંકડાને પાર કરવામાં સફળ રહ્યો છે. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 612 પોઈન્ટના ઉછાળા સાથે 81,700 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 187 પોઈન્ટના ઉછાળા સાથે 25,010 પર બંધ રહ્યો હતો.

આ શેરોમાં વધ-ઘટ

આજના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરો ઉછાળા સાથે અને 9 નુકસાન સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટીના 50 શેરો (Closing Bell)માંથી 32 શેરો ઉછાળા સાથે અને 18 નુકસાન સાથે બંધ થયા હતા. વધતા શેરોમાં એચસીએલ ટેક 4.08 ટકા, એનટીપીસી 3.29 ટકા, બજાજ ફિનસર્વ 2.73 ટકા, ટેક મહિન્દ્રા 2.42 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 2.38 ટકા, ટાઇટન 1.71 ટકા, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા 1.2 ટકા, 1.2 ટકા. ટકા, એલઍન્ડટી T 1.07 ટકા, ટીસીએસ 0.94 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ઘટતા શેરોમાં કોટક મહિન્દ્રા બૅન્ક 0.44 ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક 0.36 ટકા, મારુતિ 0.34 ટકા, એચયુએલ 0.19 ટકા, સન ફાર્મા 0.19 ટકા, અદાણી પોર્ટ્સ 0.15 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો (Closing Bell) આવ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂા. 2.31 લાખ કરોડ વધીને રૂા. 462.27 લાખ કરોડ થયું છે, જે ગયા સત્રમાં રૂા. 459.96 લાખ કરોડ હતું. એટલે કે આજના સેશનમાં માર્કેટ કેપમાં રૂા. 2.31 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો છે.

ક્ષેત્રીય અપડેટ

આજના કારોબારમાં જાહેર ક્ષેત્રની બૅન્કો અને મીડિયા શેરોના ઈન્ડેક્સ સિવાય તમામ સેક્ટરના શેરમાં વધારો જોવા મળ્યો છે. બૅન્કિંગ અને આઈટી શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. આ સિવાય ફાર્મા એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર વૃદ્ધિ જોવા મળી હતી. નિફ્ટી 25000ની ઉપર બંધ, સેન્સેક્સમાં 612 પોઈન્ટનો ઉછાળો, આઈટી બૅન્કિંગ શેરોમાં લેવાલી જોવા મળી હતી.

નિફ્ટી ફ્યુચર : ઉપરમાં ૨૪,૯૦૫ ઉપર ૨૪,૯૮૦ અને નીચામાં ૨૪,૬૫૦ મહત્ત્વની સપાટીઓ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૫૩૩ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૬૮.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૮૫૪ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૬૪૯.૩૭ પૉઇન્ટના નેટ સુધારે ૮૧,૦૮૬.૨૧ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૨૩૭ ઉપર ૮૧,૩૦૫ કુદાવે તો ૮૧,૩૪૫, ૮૧,૭૦૦, ૮૨૧૩૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૦,૫૦૦ નીચે નબળાઈ સમજવી. માસિક એક્સપાઇરીનું સપ્તાહ છે. પોઝિશન પ્રમાણે ઊછળકૂદ જોવાશે.

share market stock market national stock exchange bombay stock exchange nifty sensex business news