આઇસી૧૫ ઇન્ડેક્સ ૪૮૧ પૉઇન્ટ ઘટ્યો

06 December, 2023 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય એક અહેવાલ મુજબ ટ્રેઝર નામનું ક્રિપ્ટો વૉલેટ બીટકૉઇન વિશે જાગરૂકતા વધારવા માટે આફ્રિકામાં ટ્રેઝર ઍકૅડેમી નામનો નવો શૈક્ષણિક કાર્યક્રમ શરૂ કરી રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં એક દિવસની મોટી તેજી બાદ કન્સોલિડેશન જોવા મળ્યું છે. .૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૯૨ ટકા (૪૮૧ પૉઇન્ટ) ઘટીને ૫૧,૮૪૭ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૨,૩૨૮ ખૂલીને ૫૨,૭૧૭ની ઉપલી અને ૫૧,૩૦૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇન ઘટ્યા હતા, જેમાંથી સોલાના, ચેઇનલિંક, એક્સઆરપી અને પૉલિગોન ટોચના ઘટેલા કૉઇન હતા. જોકે બીટકૉઇન ૪૧,૦૦૦ની ઉપર રહી શક્યો હતો.
દરમ્યાન ભારતીય નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ ૨૮ વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટ્સના સર્વિસ પ્રોવાઇડર્સે દેશના ફાઇનૅન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટમાં નોંધણી કરાવી છે. તેઓ મની લૉન્ડરિંગને અટકાવવા માટેના કાયદાનું પાલન કરશે. બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમમાં હાઉસ ઑફ કૉમન્સે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને નાણાં ખાતાને કહ્યું છે કે તેઓ સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) વિશે વધુ સપષ્ટતા ઇચ્છે છે. અન્ય એક અહેવાલ મુજબ ટ્રેઝર નામનું ક્રિપ્ટો વૉલેટ બીટકૉઇન વિશે જાગરૂકતા વધારવા માટે આફ્રિકામાં ટ્રેઝર ઍકૅડેમી નામનો નવો શૈક્ષણિક કાર્યક્રમ શરૂ કરી રહ્યું છે.

share market sensex stock market crypto currency business news