Union Budget 2024 : જાણો કેવી રીતે બન્યું બોગેટમાંથી બજેટ, આ છે મૂળ કારણ...

01 February, 2024 08:13 AM IST  |  Mumbai Desk | Chirantana Bhatt

સામાન્ય માણસ થોડાં દિવસ અખબારો અને ટેલિવિઝન પર બજેટની ચર્ચા જોઇ સાંભળીને ગલ્લે કે ચાની કિટલીએ ઉભા રહીને બજેટ અંગેનાં પોતાનાં ગહન અભ્યાસનું પ્રદર્શન કરશે અને પછી ફરી એકવાર મોંઘવારી, ઓછા પગાર, વધારે ટેક્સ વગેરેનો અફસોસ કરતાં જિંદગી જીવવા માંડશે.

ફાઇલ તસવીર

થોડા દિવસ પહેલાં એક ટેલિવિઝન ચેનલને આપેલાં ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ અંગે કંઇક એવાં અર્થની વાત કરી કે, ‘અમે કંઇ સામાન્ય માણસને ગમી જાય એવું બજેટ નથી બનાવવાનાં અને દેશનાં અર્થ તંત્રનાં હિતમાં આકરા નિર્ણયો લેવા પણ પડે અને એ જ દિશામાં કામ કરાશે.’ મોદીએ પોતાની આર્થિક નીતિઓનો બચાવ કર્યો, ડિમોનેટાઇઝેશનની સફળતાની વાત કરી અને જીએસટીમાં અનિવાર્ય પરિવર્તનો અંગે પણ હકારાત્મક અભિગમ દાખવ્યો. અંતે તો આપણને સાહેબ અને આપણાં ફાઇનાન્સ મિનિસ્ટરની ઇચ્છા પ્રમાણેનું જ મળવાનું છે. સામાન્ય માણસ થોડાં દિવસ અખબારો અને ટેલિવિઝન પર બજેટની ચર્ચા જોઇ સાંભળીને ગલ્લે કે ચાની કિટલીએ ઉભા રહીને બજેટ અંગેનાં પોતાનાં ગહન અભ્યાસનું પ્રદર્શન કરશે અને પછી ફરી એકવાર મોંઘવારી, ઓછા પગાર, વધારે ટેક્સ વગેરેનો અફસોસ કરતાં જિંદગી જીવવા માંડશે.

બજેટ સાથે જોડાયેલી બહુ દેખીતી અને અત્યંત ટેક્નીકલ બાબતોની વાત ન કરતાં એનો ઇતિહાસ અને એની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતોની આજે વાત કરીએ. ભારતનાં રાષ્ટ્રપતિ બજેટ ક્યારે રજુ કરવું એ નક્કી કરતાં હોય છે. બજેટનો એક હિસ્સો સામાન્ય આર્થિક સરવેની વાત કરે છે તો બીજો હિસ્સામાં કરવેરાની નીતિ વગેરેની વાત થાય છે. જે સરકારી કર્મચારીઓ બજેટનાં કાગળીયાં છાપતાં હોય છે એમને બજેટનાં અઠવાડિયાં પહેલાં સાવ એકાંતમાં અલગથી કામ કરતાં કરી દેવાય છે. બહારની કોઇપણ વ્યક્તિ સાથે કોઇ જ સંપર્ક કરવાની તેમને છૂટ નથી હોતી. આ તો પ્રાથમિક અને સમજી શકાય એવી બાબત છે પણ બજેટ શબ્દ મૂળ તો મધ્ય યુગનાં અંગ્રેજી ‘બોગેટ’ (Bougette)માંથી બન્યો છે.

આ પણ વાંચો : જાણો ક્યારે રજૂ કરવામાં આવ્યું ભારતનું સૌથી પહેલું બજેટ, તેની ખાસિયતો

ફ્રેંચ ભાષામાં બોગેટનો અર્થ થાય છે ચામડાની બેગ. ભારતીય બજેટ પર ચામડાની બેગમાં જ લાવવામાં આવે છે અને આ પરંપરા ૧૮૬૦થી, બ્રિટીશરોનાં સમયથી ચાલી આવે છે જેમાં નાણાં અધિકારી કે નાણાં મંત્રી ‘બજેટ બૉક્સ’ લઇને રજુઆત કરવા આવે છે. ભારતનું સૌથી પહેલું બજેટ ૭ એપ્રિલનાં રોજ ૧૮૬૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનાં જેમ્સ વિલ્સને, બ્રિટીશ ક્રાઉન સમક્ષ રજુ કર્યું હતું. સ્વતંત્ર ભારતનું સૌથી પહેલું બજેટ નાણાં મંત્રી આર. કે, શનુખમ ચેટ્ટીએ ૧૯૪૭માં રજુ કર્યુ હતું.

nirmala sitharaman railway budget business news union budget