01 February, 2019 07:57 AM IST |
એક અંગ્રેજે રજૂ કર્યું હતું પહેલું બજેટ
આજે મોદી સરકારનું છેલ્લું અને વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. દર વર્ષે રજૂ થતા દરેક બજેટની પોતાની ખાસિયત હોય છે. દરેક બજેટની સ્ટોરી રસપ્રદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દેશનું પહેલું બજેટ ક્યારે રજૂ થયું હતું ? કેમ એક અંગ્રેજે દેશનું પહેલું બજેટ રજૂ કર્યું હતું ?
એક અંગ્રેજે રજૂ કર્યું હતું પહેલું બજેટ
ભારતનું પહેલું બજેટ એક અંગ્રેજ અધિકારીએ રજૂ કર્યું હતું. 18 ફેબ્રુઆરી 1860ના રોજ ભારતનું પહેલું બજેટ રજૂ થયું હતું. આ બજેટ રજૂ કરનાર અધિકારીનું નામ હતું જેમ્સ વિલ્સન. જેમ્સ બ્રિટિશ વાઈસરોય કાઉન્સિલના મેમ્બર હતા. તો આઝાદી પહેલા રચાયેલી ભારતની વચગાળાની સરકારનું બજેટ લિયાકત અલી ખાને રજૂ કર્યું હતું. આ બજેટ 9 ઓક્ટોબર 1946થી 14 ઓગસ્ટ 1947 સુધીનું હતું. જ્યારે આઝાદ ભારતનું પહેલું બજેટ તત્કાલીન નાણા પ્રધાન ષણમુખમ શેટ્ટીએ 26 નવેમ્બર, 1947ના રોજ રજૂ કર્યું હતું. આ પણ વચગાળાનું બજેટ હતું.
આઝાદ ભારતનું પહેલું બજેટ નાણાકીય વર્ષ 1947-48માં રજૂ કરાયું હતું, જે સાડા સાત મહિનાના સમયગાળા માટે હતું. આઝાદ ભારતનું આ પહેલું બજેટ 6.52 કરોડ રૂપિયાની ખાધવાળુ બજેટ હતું. બજેટમાં કુલ આવક 172.77 કરોડ રૂપિયા અને કુલ વ્યય 178.77 કરોડ રૂપિયા દર્શાવાયો હતો.
આ પણ વાંચોઃપહેલા સાંજે રજૂ થતું હતું બજેટ, જાણો કેમ બદલાયો ટાઈમ, શું હતું કારણ ?
તત્કાલીન નાણા પ્રધાન શેટ્ટીએ નાણાકીય વર્ષ 1948-49નું બજેટ પણ રજૂ કર્યું હતું. આ બજેટ પણ ખાધવાળું હતું. શેટ્ટીએ 26.85 કરોડ રૂપિયાનું ખાધવાળુ બજેટ રજૂ કર્યું હતું, જે નાણાકીય વર્ષ માટે હતું. આ બજેટમાં કુલ આવક 230.52 કરોડ રૂપિયા અને કુલ ખર્ચ 257.37 કરોડ રૂપિયા હતો.