બીએસઈએ અનધિકૃત વ્યક્તિઓથી રોકાણકારોને ચેતવ્યા

15 November, 2024 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક્સચેન્જની વેબસાઇટ પર જઈને બીએસઈની કોઈ પણ ઇન્ટરમિડિયરીઝના રજિસ્ટ્રેશનની ખાતરી થઈ શકે છે.

બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર

બીએસઈએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું છે કે અંકિત દુબે (ફોન નંબર 7049202520), મનોજ જૈન (ફોન નંબર 8982716344), ભાગ્યશ્રી તિવારી (ફોન નંબર 7089569087, 9174201174) અને દીપક (ફોન નંબર 7297082324, 9311633763) તેમની ઑનલાઇન ઉપસ્થિતિ દ્વારા અનધિકૃત પ્રવૃત્તિઓ જેવી કે રોકાણકારો પાસેથી ભંડોળ સ્વીકારીને ખાતાં હૅન્ડલ કરવાં સહિતની પ્રવૃત્તિ કરે છે અને પોતાની ઓળખ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજર્સ તરીકેની આપે છે અને રોકાણકારોને ખાતરીબંધ વળતર ઑફર કરે છે.

રોકાણકારો એ હકીકત નોંધે કે આ વ્યક્તિઓ બીએસઈ લિમિટેડના રજિસ્ટર્ડ મેમ્બર કે અધિકૃત વ્યક્તિઓ નથી. એક્સચેન્જની વેબસાઇટ પર જઈને બીએસઈની કોઈ પણ ઇન્ટરમિડિયરીઝના રજિસ્ટ્રેશનની ખાતરી થઈ શકે છે. ટ્રેડિંગ મેમ્બરોએ નિયુક્ત કરેલી બૅન્કોનાં ખાતાં કે જે અપસ્ટ્રીમિંગ ક્લાયન્ટ બૅન્ક અકાઉન્ટ્સ કહેવાય છે જેમાં ક્લાયન્ટ્સના ફન્ડ્સ મેમ્બર દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે એની ચકાસણી મેમ્બર ડિરેક્ટરી લિન્ક પર કરી શકાય છે.

business news bombay stock exchange mutual fund investment share market cyber crime