03 October, 2024 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) લિમિટેડ
એશિયાના સૌથી જૂના સ્ટૉક એક્સચેન્જ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) લિમિટેડ અને મહારાષ્ટ્ર ઇકૉનૉમિક ડેવલપમેન્ટ કાઉન્સિલ (MEDC)એ BSE SME પ્લૅટફૉર્મ પર SMEના લિસ્ટિંગને પ્રોત્સાહન આપવા માઇક્રો, સ્મૉલ અને મિડિયમ ઇન્ડસ્ટ્રી (MSME) ક્ષેત્ર અને MSME સાહસિકોની વૃદ્ધિ, વિકાસ અને પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે.MOUના ભાગરૂપે BSE અને MEDC SME લિસ્ટિંગના ફાયદાઓ વિશે રોકાણકારોમાં જાગૃતિ વધારવા માટે સંયુક્તપણે કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરશે.આ ભાગીદારી હેઠળ BSE MEDCના અધિકારીઓને તાલીમ અને ક્ષમતા નિર્માણ સહાય પૂરી પાડશે. એક્સચેન્જ મહારાષ્ટ્રમાં સંપર્ક પૉઇન્ટ તરીકે નોડલ વ્યક્તિની પણ નિમણૂક કરશે જે પ્લૅટફૉર્મ પર નોંધણી/લિસ્ટિંગસંબંધિત SMEને પ્રારંભથી અંત સુધીનાં સૉલ્યુશન્સ પ્રદાન કરશે.