આર્જેન્ટિનામાં બ્લૉકચેઇન વૅલીની સ્થાપના કરાશે આઇસી૧૫ ઇન્ડેક્સ ૧૦૧૮ પૉઇન્ટ ઘટ્યો

30 May, 2024 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૮૮,૮૨૬ ખૂલીને ૮૯,૦૩૭ની ઉપલી અને ૮૬,૭૯૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે નોંધનીય ઘટાડો જોવા મળ્યો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૧.૧૫ ટકા (૧,૦૧૮ પૉઇન્ટ) ઘટીને ૮૭,૮૦૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૮,૮૨૬ ખૂલીને ૮૯,૦૩૭ની ઉપલી અને ૮૬,૭૯૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના ઘટેલા કૉઇન ઇથેરિયમ, બિટકૉઇન, ડોઝકૉઇન અને બીએનબી હતા. શિબા ઇનુ ૯.૮૨ ટકા સાથે ટોચનો વધનાર હતો.

દરમ્યાન આર્જેન્ટિનામાં ક્રિપ્ટો ક્ષેત્રે કાર્યરત લોકો ભેગા મળીને બ્યુનોસ એર્સમાં બ્લૉકચેઇન વૅલીની સ્થાપના કરવા જઈ રહ્યા છે. તેમણે ક્રેસિમિયેન્ટો નામની ઝુંબેશ શરૂ કરી છે, જેના દ્વારા દેશની આર્થિક સમસ્યાઓ સંબંધે ક્રિપ્ટો દ્વારા ઉપાય કરી શકાય. બીજી બાજુ, ગ્રેસ્કેલ સર્વેમાં જાણવા મળ્યું છે કે અમેરિકામાં ક્રિપ્ટોકરન્સીમાં લોકોની રુચિ વધી રહી છે. નોંધનીય છે કે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ક્રિપ્ટોનો મુદ્દો મોટો છે.

અન્ય અહેવાલ મુજબ બર્નસ્ટેનના અહેવાલમાં જાણવા મળ્યું છે કે બિટકૉઇન અને ઇથેરિયમ ઈટીએફની માર્કેટનું કુલ એકંદર મૂલ્ય ૪૫૦ અબજ ડૉલર થશે અને એમાં ૧૦૦ અબજ ડૉલરનો નાણાપ્રવાહ આવશે.  

crypto currency bitcoin business news