બિટકૉઇનનો ભાવ ફરી એક લાખ ડૉલર કરતાં વધારે થયો

07 January, 2025 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માઇક્રોસ્ટ્રૅટેજી કંપનીએ હાલમાં વધુ બે અબજ ડૉલર મૂલ્યના બિટકૉઇન ખરીદ્યા એને પગલે બિટકૉઇનનો ભાવ ફરી એક વાર એક લાખ ડૉલરનો આંક વટાવી ગયો છે.

બિટકૉઇનની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માઇક્રોસ્ટ્રૅટેજી કંપનીએ હાલમાં વધુ બે અબજ ડૉલર મૂલ્યના બિટકૉઇન ખરીદ્યા એને પગલે બિટકૉઇનનો ભાવ ફરી એક વાર એક લાખ ડૉલરનો આંક વટાવી ગયો છે. દરમ્યાન ટ્રેડર્સ બિટકૉઇનની સાથે-સાથે ટ્રોન અને લાઇટચેઇન એઆઇમાં પણ ટ્રેડિંગ કરવા લાગ્યા છે. માઇક્રોસ્ટ્રૅટેજીએ ૩૧ ઑક્ટોબરથી ૧૦ નવેમ્બર સુધીમાં ૨.૦૩ અબજ ડૉલર મૂલ્યના આશરે ૨૭,૨૦૦ બિટકૉઇન ખરીદ્યા છે. આ ખરીદીને પગલે એની પાસે કુલ ૨૩ અબજ ડૉલરના ૨,૭૯,૪૨૦ બિટકૉઇન થઈ ગયા છે. નોંધનીય છે કે માઇક્રોસ્ટ્રૅટેજીના શૅરનો ભાવ ગયા વર્ષે ૪૦૦ ટકા કરતાં વધારે થઈ ગયો છે.  

આ લખાઈ રહ્યું છે ત્યારે બિટકૉઇનનો ભાવ ૨૪ કલાકના ગાળામાં ૩.૪૬ ટકા વધીને ૧,૦૧,૨૯૦ ડૉલર થઈ ગયો છે. એકંદરે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિ નોંધાઈ છે. ઇથેરિયમમાં ૧.૮૫ ટકા, એક્સઆરપીમાં ૨.૫૦ ટકા, સોલાનામાં ૩.૯૯ ટકા, બીએનબીમાં ૧.૮૭, ડોઝકૉઇનમાં ૨.૩૦ અને અવાલાંશમાં ૭.૨૧ ટકા વધારો થયો છે.

bitcoin crypto currency share market stock market business news