03 January, 2025 07:46 AM IST | Brazil | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ – બાઇનૅન્સને બ્રાઝિલમાં લાઇસન્સ્ડ બ્રોકર-ડીલર તરીકે કામ કરવા માટેની મંજૂરી મળી ગઈ છે. આ સાથે એક્સચેન્જને કુલ ૨૧ દેશોમાં કામકાજ માટેની પરવાનગી મળી ચૂકી છે. દક્ષિણ અમેરિકામાં ક્રિપ્ટોનું ચલણ વધી રહ્યું હોવાનું દર્શાવતી ઘટનાને પગલે હવે બાઇનૅન્સ સાઓ પાઓલો સ્થિત ઇન્વેસ્ટમેન્ટ પ્લૅટફૉર્મ – સિમપોલ હસ્તગત કરી શકશે. બાઇનૅન્સને બ્રાઝિલની કેન્દ્રીય બૅન્કે ઉક્ત મંજૂરી આપી છે.
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે તેજી આવી હતી અને કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન ૪.૧૪ ટકા વધીને ૩.૪૧ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યું હતું. બિટકૉઇનમાં ૩.૧૫ ટકાની વૃદ્ધિ સાથે ભાવ ૯૭,૭૭૬ ડૉલર અને ઇથેરિયમમાં ૪.૩૬ ટકાના વધારા સાથે ભાવ ૩૪૭૮ ડૉલર થયો હતો. એક્સઆરપીમાં ૧૧ ટકાનો વધારો થયો હતો, જ્યારે ટોચના અન્ય વધનાર કૉઇનમાં સોલાના (૯.૬૮ ટકા), ડોઝકૉઇન (૬.૯૫ ટકા), કાર્ડાનો (૧૧.૭૦ ટકા), ટ્રોન (૩.૬૦ ટકા), અવાલાંશ (૧૦.૮૧ ટકા) અને ચેઇનલિન્ક (૧૧.૬૫ ટકા) સામેલ હતા.