યુએસડીસીનો વ્યાપ વધારવા માટે બાઇનૅન્સે સર્કલ ઇન્ટરનેટ ગ્રુપ સાથે સાધ્યો સહકાર

12 December, 2024 08:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિટકૉઇનનો ભાવ ૦.૫૪ટકા વધીને ૯૮,૬૧૬ ડૉલર થઈ ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ અને બ્લૉકચેઇન ઇનોવેટર – બાઇનૅન્સે સર્કલ ઇન્ટરનેટ ગ્રુપ સાથે સહયોગ સાધવાની જાહેરાત કરી છે. આ ગ્રુપ યુએસડીસી સ્ટેબલ કૉઇનનું સંચાલન કરે છે. અબુ ધાબી ફાઇનૅન્સ વીક દરમ્યાન આ સહયોગની જાહેરાત કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરે ડિજિટલ ઍસેટ તરીકે યુએસડીસી નામના અમેરિકન ડૉલરનું સમર્થન ધરાવતા સ્ટેબલ કૉઇનનો ઉપયોગ વધારવા માટે તેઓ સંયુક્તપણે કામ કરશે. આ રીતે સ્ટેબલ કૉઇન વિશ્વના નાણાકીય તંત્રમાં ઉપયોગમાં લેવાવાની શરૂઆત થશે. નોંધનીય છે કે બાઇનૅન્સના યુઝર્સની સંખ્યા ૨.૪ કરોડ કરતાં વધારે છે. એની સાથે હાથ મિલાવવાને કારણે યુએસડીસીને ટ્રેડિંગ, બચત તથા પેમેન્ટ ઍપ્લિકેશન્સ ક્ષેત્રે ઉપયોગમાં લેવાની દૃષ્ટિએ કાર્ય કરવામાં આવશે.

દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સુધારો નોંધાયો હતો. બિટકૉઇનનો ભાવ ૦.૫૪ટકા વધીને ૯૮,૬૧૬ ડૉલર થઈ ગયો હતો. ઇથેરિયમમાં ૦.૧૦ ટકા વૃદ્ધિ થઈ હતી, જ્યારે એક્સઆરપી ૮.૨૩ ટકા વધીને ટોચના વધનાર કૉઇનમાં સામેલ હતો. 

business news crypto currency bitcoin