14 May, 2024 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ફુગાવાના આંકડાઓ પ્રકાશિત થવા પહેલાં સોમવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિ જોવા મળી હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૬૬ ટકા (૧૨૭૬ પૉઇન્ટ) વધીને ૭૮,૨૮૫ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૭,૦૦૯ ખૂલીને ૭૯,૦૦૧ની ઉપલી અને ૭૫,૮૩૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના વધનાર કૉઇન શિબા ઇનુ, બિટકૉઇન, કાર્ડાનો અને ઇથેરિયમ હતા. અવાલાંશ, એક્સઆરપી, પૉલિગોન અને સોલાના ઘટ્યા હતા.
દરમ્યાન, ભારતમાં ફાઇનૅન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટે વર્ચ્યુઅલ ઍસેટ સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરવા માટે બાઇનૅન્સ અને કુકોઇન ક્રિપ્ટો એક્સચેન્જોનું રજિસ્ટ્રેશન કરવાની મંજૂરી આપી છે.
અમેરિકામાં સંસદની ફાઇનૅન્શિયલ સર્વિસિસ કમિટીએ નવા કાયદા દ્વારા ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રે વધુ સ્પષ્ટતા લાવવાનો પ્રયાસ કરવાનું નક્કી કર્યું છે. એના માટે ફાઇનૅન્શિયલ ઇનોવેશન ઍન્ડ ટેક્નૉલૉજી ફૉર ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ઍક્ટ નામનો કાયદો ઘડવામાં આવશે.