માલ સપ્લાય કરતા નાના કરદાતાઓને કમ્પોઝિટ ટૅક્સનો ઉપલબ્ધ લાભ

12 May, 2023 02:31 PM IST  |  Mumbai | Shardul Shah

વિશિષ્ટરૂપે રાહતપાત્ર માલ કે સર્વિસિસ સાથે સંકળાયેલી વ્યક્તિએ કલમ ૨૩ પ્રમાણે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

નાના કરદાતા ઈ-કૉમર્સ મારફત ધંધો કરી શકે એવા આશયથી કમ્પોઝિશન લેવી હેઠળ આવરી લેવાયેલા કરદાતાઓને ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સના ઉપયોગ મારફત માલ સપ્લાય કરવાની છૂટ આપવાનું સૂચવાયું છે.

જોકે, ધારા હેઠળ જારી કરાયેલા નોટિફિકેશનના અન્વયે જે ઈ-કૉમર્સ ઑપરેટર દ્વારા તે મારફત માલ કે સર્વિસ કે બન્નેની આંતરરાજ્ય સપ્લાય રાહતને પાત્ર વ્યક્તિને બદલે ઈ-કૉમર્સ મારફત માલ કે સર્વિસ કે બન્નેની આંતરરાજ્ય સપ્લાય અછૂટ કે અપાત્ર અનરજિસ્ટર્ડ વ્યક્તિ મારફત કરવાની મંજૂરી આપીને આવી સપ્લાય અને રિટર્ન્સની ફાઇલિંગમાં ખોટી માહિતી પૂરી પાડવાના કિસ્સામાં પેનલ્ટી લાગુ કરાઈ છે. આમાં પેનલ્ટી ૧૦,૦૦૦ રૂપિયા કે લાગુ પડતા ટૅક્સની રકમની બરાબર, એ બન્નેમાં જે ઊંચી હશે એ લાગુ પડશે. અલબત્ત, કમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ અપનાવનાર ઈ-કૉમર્સ ઑપરેટરને પેનલ્ટીની જોગવાઈ લાગુ પડશે નહીં.

અન્ય મુદ્દા 

વિશિષ્ટરૂપે રાહતપાત્ર માલ કે સર્વિસિસ સાથે સંકળાયેલી વ્યક્તિએ કલમ ૨૩ પ્રમાણે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી. જોકે, આ જ વખતે, તે રિવર્સ ચાર્જ વ્યવસ્થા હેઠળ કોઈ પણ માલ કે સર્વિસ પ્રાપ્ત કરે તો તેણે કલમ ૨૪ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું અને ટૅક્સ ભરવો જરૂરી છે.  

હવે, ૨૦૨૩ના સુધારાના અન્વયે કલમ ૨૪ ઉપર કલમ ૨૩ રહેશે. અર્થાત, આ મુજબ વિશિષ્ટરૂપે રાહતપાત્ર માલ કે સર્વિસ સપ્લાય કરતી વ્યક્તિ રિવર્સ ચાર્જ વ્યવસ્થાને આધીન કોઈ પણ ખર્ચ ભોગવે તો પણ તેણે રજિસ્ટ્રેશન મેળવવું જરૂરી નથી.     

દરમ્યાન પુરાવા સાથે છેડછાડ, માહિતી પૂરી પાડવામાં નિષ્ફળતા અને જીએસટી અધિકારીઓની ફરજમાં અવરોધ ઊભો કરવા જેવી બાબતોને બિનગુનાહિત ગણવાનું સૂચવાયું છે. કાનૂની કાર્યવાહીની થ્રેશોલ્ડ લિમિટ એક કરોડથી વધારી બે કરોડ રૂપિયા કરવાનું સૂચવાયું છે. વધુમાં, સંયોજિત ગુનાઓનો સ્લૅબ ઘટાડીને ૧૦૦ ટકાથી ૨૫ ટકા અને ૧૫૦ ટકાથી ૫૦ ટકા કરાયો છે અને અમુક સંયોજિત ગુનાઓ પરની લાગુ પડતી એક કરોડ રૂપિયાની મર્યાદા દૂર કરાઈ છે.  

સપ્લાય જોગવાઈઓને સ્થાને ૨૦૨૩ના સુધારા સૂચવાયા છે. આ સુધારા પૂર્વે માલના ટ્રાન્સપોર્ટેશનના કિસ્સામાં સપ્લાયનું સ્થળ માલના ગંતવ્ય સ્થાન (અંતિમ મુકામ) તરીકે પૂરું પડાયું હતું કે જ્યાં સપ્લાયનું સ્થળ (લોકેશન) અને પ્રાપ્તકર્તા ભારતમાં અને સ્થળ ભારતની બહાર હતું. હવે, રજિસ્ટર્ડના કિસ્સામાં સપ્લાય સ્થળ પ્રાપ્તકર્તાનું સ્થળ કે અનરજિસ્ટર્ડ પ્રાપ્તકર્તાના કિસ્સામાં માલ ટ્રાન્સપોર્ટેશન માટે જ્યાં સુપરત કરાયો હોય એ સ્થળ રહેશે. 

સ્વઆકારાયેલી (સેલ્ફ અસેસમેન્ટ) ઇન્પુટ ટૅક્સ ક્રેડિટનો લાભ મેળવવાની પ્રવર્તમાન સ્કીમ સાથે જોડવા સીજીએસટી ધારાની કલમ ૫૪ (૬)માં કામચલાઉ સ્વીકૃત ઇન્પુટ ટૅક્સ ક્રેડિટનો સંદર્ભ દૂર કરીને સુધારો કરાયો છે. કલમ ૫૬માં વિલંબિત રીફન્ડ્સના વ્યાજની ગણત્રીની પદ્ધતિ નિયત કરતો સુધારો સૂચવાયો છે, કારણ કે આ પ્રકારની અરજી પ્રાપ્ત થયાની તારીખથી આવા ટૅક્સના રીફન્ડની તારીખ સુધીમાં વિલંબનો ગાળો ૬૦ દિવસથી વધુનો રહે છે.  

સીજીએસટી ધારા હેઠળ નવી કલમ ૧૫૮એ આમેજ કરાઈ છે. જીએસટી રજિસ્ટ્રેશન રિટર્ન્સના ફાઇલિંગ, ઈ-વે બિલના સમયે કરદાતા દ્વારા પૂરી પડાયેલી માહિતીનું વિતરણ કૉમન પોર્ટલ મારફત અન્ય સિસ્ટમ્સને થઈ શકે છે. આને કારણે, બહુવિધ પ્રાધિકરણોમાં માહિતી વધુ વૈકલ્પિક બની રહેશે અને કરદાતા તરફથી વધુ જાગ્રત અભિગમ અપનાવવો જરૂરી બનશે. કાર્યસાધકતા અને વાંધાઓના ઝડપી નિકાલ માટે CESTATની નિમણૂક ‘સેન્ટ્રલ સેલ્સ ટૅક્સ અપેલેટ ઑથોરિટી’ અને ‘ઑથોરિટી ફૉર ઍડ્વાન્સ રૂલિંગ’ના સ્થાને કરાઈ છે.

business news commodity market income tax department goods and services tax