અદાણી ગ્રુપ સાથે બૅન્કોનું એક્સપોઝર જોખમ ઊભું કરવા માટે અપૂરતું : ફિચ

08 February, 2023 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અદાણી ગ્રુપને ધિરાણ ભારતીય બૅન્કોના કુલ ધિરાણના ૦.૮-૧.૨ ટકા જેટલું

ગૌતમ અદાણી

ફિચ રેટિંગ્સે મંગળવારે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ સાથે ભારતીય બૅન્કોનું એક્સપોઝર તેમની ક્રેડિટ પ્રોફાઇલ્સ માટે નોંધપાત્ર જોખમ ઊભું કરવા માટે ‘અપૂરતું’ છે.

અમેરિકન શૉર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા પોર્ટ-ટુ-એનર્જી ગ્રુપ દ્વારા નાણાકીય અને અકાઉન્ટિંગમાં છેતરપિંડીનો આરોપ મૂકતો નિંદાત્મક અહેવાલ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપે સ્ટૉક આઉટ અને પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે. અદાણી ગ્રુપે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને હિંડનબર્ગ પર કેસ કરવાની ધમકી આપી છે.

રેટિંગ એજન્સીએ એક નોંધમાં જણાવ્યું હતું કે ફિચ રેટિંગ્સ માને છે કે અદાણી ગ્રુપ સાથે ભારતીય બૅન્કોનું એક્સપોઝર બૅન્કોની સ્ટૅન્ડઅલોન ક્રેડિટ પ્રોફાઇલ્સ માટે નોંધપાત્ર જોખમ રજૂ કરવા માટે અપૂરતું છે.

બૅન્કોનાં રેટિંગ અપેક્ષાઓ દ્વારા સંચાલિત રહે છે કે બૅન્કોને જરૂર પડ્યે અસાધારણ સૉવરિન સમર્થન પ્રાપ્ત થશે.

ફિચે જણાવ્યું હતું કે શૉર્ટ-સેલર રિપોર્ટના વિવાદની ફિચ-રેટેડ અદાણી એન્ટિટીઝ અને તેમની સિક્યૉરિટીઝના રેટિંગ પર તાત્કાલિક અસર થઈ નથી.

ફિચે જણાવ્યું હતું કે ‘કાલ્પનિક પરિસ્થિતિમાં પણ જ્યાં વ્યાપક અદાણી ગ્રુપ મુશ્કેલીમાં પ્રવેશે છે, ભારતીય બૅન્કો માટેનું એક્સપોઝર, બૅન્કોની સધ્ધરતા રેટિંગ્સ પર પ્રતિકૂળ પરિણામો વિના મૅનેજેબલ હોવું જોઈએ.

રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે અદાણી ગ્રુપની તમામ સંસ્થાઓની લોન સામાન્ય રીતે ફિચ-રેટેડ ભારતીય બૅન્કોના કુલ ધિરાણના ૦.૮-૧.૨૦ ટકા જેટલી હોય છે, જે કુલ ઇક્વિટીના ૭-૧૩ ટકા જેટલી હોય છે.

business news gautam adani