18 April, 2023 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઍપલના સીઈઓ ટિમ કુક કંપનીના ભારતના પ્રથમ સ્ટોર્સના ઉદ્ઘાટન માટે મુંબઈ આવી રહ્યા છે. આ વર્ષે ઍપલનું વેચાણ વધીને ૬ બિલ્યન ડૉલર (અંદાજે ૪૯૧ અબજ રૂપિયા) સુધી પહોંચી ગયું છે. ઍપલ ભારતમાં એનું વેચાણ વધારવા માગે છે. ઍપલની આવકમાં ગયા નાણાકીય વર્ષમાં ૫૦ ટકાનો વધારો થયો છે.
ઍપલ ઊંચી કિંમતને કારણે દેશમાં નોંધપાત્ર માર્કેટ શૅર કરવામાં સફળ થઈ શક્યું નથી. ઍપલ અત્યાર સુધી રીટેલ પાર્ટનર્સ અને ઑનલાઇન વેચાણ પર જ નિર્ભર હતું.
ઍપલે ૨૦૨૦માં એનો ઑનલાઇન સ્ટોર શરૂ કર્યો હતો. હવે બીકેસીમાં પહેલો સ્ટોર ખૂલશે. એના બે દિવસ બાદ દિલ્હીમાં બીજો સ્ટોર શરૂ થશે. હાલમાં સ્માર્ટફોન માર્કેટમાં ઍપલની ટકાવારી માત્ર ૪ ટકા છે.