એપલની રેવન્યુ 5% ઘટી, 17 વર્ષોમાં પહેલીવાર Q3માં નબળું પ્રદર્શન

30 January, 2019 12:36 PM IST  |  બિઝનેસ ડેસ્ક

એપલની રેવન્યુ 5% ઘટી, 17 વર્ષોમાં પહેલીવાર Q3માં નબળું પ્રદર્શન

ફાઇલ ફોટો


એપલે મંગળવારે ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. 2018માં ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એપલને 1.41 લાખ કરોડ રૂપિયા (1997 કરોડ ડોલર)નો નફો થયો. આ 2017ના ડિસેમ્બર ક્વાર્ટર કરતા 1% ઓછો છે. રેવેન્યુમાં 4.5%નો ઘટાડો થયો છે. રેવેન્યુ 5.98 લાખ કરોડ રૂપિયા (8431 કરોડ ડોલર) રહી છે. ચીનમાં બિઝનેસ નબળો થતા અને આઇફોનના વેચાણમાં ઘટાડો થવાને કારણે આવું થયું છે. 2017ના ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીએ 2018ના ડિસેમ્બર ક્વાર્ટરમાં એપલ 15% ઓછા આઇફોન વેચી શકી છે. એપલની 60% રેવેન્યુ આઇફોનના વેચાણમાંથી જ આવે છે.

17 વર્ષોમાં પહેલીવાર એવું થયું છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં એપલના નફા અને રેવેન્યુમાં ઘટાડો થયો છે. આ પહેલા 2001માં આવું થયું હતું. એપલ માટે ડિસેમ્બર ક્વાર્ટર એટલા માટે મહત્વનું છે કારણકે આ રજાઓવાળું ક્વાર્ટર હોય છે જેમાં વેચાણ વધવાની અપેક્ષા રહે છે.

આ પણ વાંચો: ફ્લિપકાર્ટ ટેન્શનમાં, ગ્રાહકોની સંખ્યા મામલે થઈ શકે નુકસાન

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2018માં એવા રિપોર્ટ્સ હતા કે એપલ ટુંક સમયમાં વિશ્વની પહેલી 1 ટ્રિલયન માર્કેટ કેપવાળી કંપની બનશે. પહેલા ક્વાર્ટરમાં એપલ કંપનીનો નફો 32 ટકા વધી ગયો હતો. જોકે સ્માર્ટફોનના વેચાણ મામલે કંપની ત્રીજા સ્થાને આવી ગઈ હતી.

apple