27 April, 2020 12:00 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સુંદર પિચાઈ
ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના CEO સુંદર પિચાઈને 2019માં કૉમ્પેનસેશનના રૂપમાં 281 મિલિયન ડૉલર એટલે કે 2000 કરોડ રૂપિયા કરતા પણ વધુ મળ્યાં હતા. અત્યાર સુધીમાં વિશ્વમાં કોઈપણ એક્ઝિક્યૂટિવને મળેલ સૌથી વધુ કૉમ્પેનસેશન છે. ગત વર્ષે જ સુંદરને ગૂગલના CEOથી પ્રમોટ કરીને આલ્ફાબેટના CEO બનાવવામાં આવ્યા હતા.
સુંદરના પગારનો મોટો ભાગ સ્ટૉક છે જે એ વાત પર નિર્ભર કરે છે કે S&P 100 indexમાં બીજી કંપનીઓની તુલનામાં આલ્ફાબેટ સ્ટૉક પર શું રીટર્ન મળે છે. એટલે તેમનો પગાર 281 મિલિયન ડૉલરથી વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. મળેલી માહિતિ મુજબ, 2019માં સુંદર પિચાઈની વાર્ષિક સેલેરી 6.5 લાખ ડૉલર એટલે કે 4.5 કરોડથી પણ વધુ ગતી. આ વર્ષે તે વધી 20 લાખ ડૉલર એટલે કે 14 કરોડ થઈ જશે. CEOને મળતું કૉમ્પેનસેશન આલ્ફાબેટની સરેરાશ સેલેરીના 1,085 ગણા છે.
સુંદર પિચાઈને ગૂગલના CEOથી પ્રમોટ કરીને લૈરી પેઝની જગ્યાએ આલ્ફાબેટના CEO બનાવવામાં આવ્યા હતા. પિચાઈના મતે કોરોના ક્રાઈસિસ બહુ મોટો પડકાર છે. એટલે કંપનીએ પહેલા જ ઘોષણા કરી દીધી છે કે તેઓ નવા કર્મચારીઓને હાયર નહીં કરે અને નવી જગ્યાઓએ રોકાણ પણ નહીં કરે.