‘ટાઇમ’ના ૧૦૦ ઇમર્જિંગ લીડરોની યાદીમાં આકાશ અંબાણી પણ

29 September, 2022 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ટાઇમ’ની આ યાદીમાં એકમાત્ર યુવા ભારતીય

આકાશ અંબાણિ

અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અને ભારતની સૌથી મોટી ટેલિકૉમ કંપની જિયોના વડા આકાશ અંબાણીનું નામ ‘ટાઇમ ૧૦૦ નેક્સ્ટ’ - મૅગેઝિનની વિશ્વના ઊભરતા સ્ટાર્સની યાદીમાં સ્થાન પામ્યું છે.
આ યાદીમાં તેઓ એકમાત્ર ભારતીય છે. જોકે, આ યાદીમાં અન્ય ભારતીય મૂળનાં અમેરિકન બિઝનેસ લીડર આમ્રપાલી ગાન પણ છે.

ભારતીય ઉદ્યોગપતિ આકાશ અંબાણીને હંમેશાં બિઝનેસમાં વધારો થવાની અપેક્ષા હતી, પરંતુ તેઓ સખત મહેનત કરી રહ્યા છે એમ ‘ટાઇમ’ મૅગેઝિને તેમના વિશે જણાવ્યું હતું.

૩૦ વર્ષીય જુનિયર અંબાણીને જૂનમાં ૪૨૬૦ લાખ સબ્સ્ક્રાઇબર્સ સાથે ભારતની સૌથી મોટી ટેલિકૉમ કંપની જિયોના ચૅરમૅન તરીકે બઢતી આપવામાં આવી હતી. માત્ર ૨૨ વર્ષની વયે તેઓ બોર્ડમાં સ્થાન પામ્યા હતા.

business news Akash Ambani