26 November, 2021 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ ફોટો
ઍરટેલે ભારતમાં ૭૦૦ મેગાહર્ટ્ઝ બૅન્ડમાં નોકિયા સાથે મળીને પ્રથમ 5G ટ્રાયલ કર્યું હોવાનું ગુરુવારે જાહેર કર્યું છે.
કલકત્તાના છેવાડાના વિસ્તારમાં કરાયેલું એનું પ્રાત્યક્ષિક પૂર્વ ભારતમાં થયેલું પ્રથમ 5G ટ્રાયલ હતું, એમ કંપનીએ ગુરુવારે નિવેદનમાં જણાવ્યું હતું.
ટેલીકૉમ્યુનિકેશન્સ ખાતાએ ઍરટેલને 5G ટેક્નૉલૉજીના વેલિડેશન અને ઉપયોગ સંબંધે અલગ-અલગ બૅન્ડમાં પરીક્ષણ માટેનું સ્પેક્ટ્રમ ફાળવ્યું છે.