Air India New Logo: Air India એ જાહેર કરી લોગોની નવી ડિઝાઈન અને આપ્યું નવું નામ, જાણો વિગતે

10 August, 2023 09:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Air India New Logo: Air Indiaએ આજે એક નવી બ્રાન્ડ આઈડેન્ટિટી અને નવા એકક્રાફ્ટ લાઈવરીનું અનાવરણ કર્યું છે. ઍરલાઈન 470 નવા વિમાનોની ઐતિહાસિક ખરીરદી સાથે પોતાના આખા કાફલાને બદલવાની યોજના ઘડી રહી છે.

તસવીર સૌજન્ય : મિડ-ડે

Air India New Logo: Air Indiaએ પોતાનો નવો લોગો અને ડિઝાઈન જાહેર કરી છે અને આને નવું નામ ધ વિસ્ટા આપ્યું છે.

Air Indiaએ આજે એક નવી બ્રાન્ડ આઈડેન્ટિટી અને નવા એકક્રાફ્ટ લાઈવરીનું અનાવરણ કર્યું છે. ઍરલાઈન 470 નવા વિમાનોની ઐતિહાસિક ખરીરદી સાથે પોતાના આખા કાફલાને બદલવાની યોજના ઘડી રહી છે.

તાતા સમૂહની ઑનરશિપવાળી ઍરલાઈન ઍર ઈન્ડિયાએ ગુરુવારે પોતાના નવા લોગો અને ડિઝાઈનનો ખુલાસો કર્યો. પોતાના લોગોના ભાગ તરીકે, ઍરઈન્ડિયાએ લાલ, સફેદ અને રીંગણી કલર્સ જાળવી રાખ્યા છે. નવા લોગોનું નામ `ધ વિસ્ટા` હશે. ઍરલાઈને પોતાના નવા ટેલ ડિઝાઈન અને થીમ ગીતનો પણ ખુલાસો કર્યો છે. તાતા સન્સના ચૅરમેન ચંદ્રશેખરે કહ્યું કે નવો લોગો અગણિત શક્યતાઓ અને આત્મવિશ્વાસને દર્શાવે છે. ઍર ઈન્ડિયાએ ગુરુવારે સાંજે એક લાઇવ ઈવેન્ટમાં પોતાનો નવો લોગો રજૂ કર્યો છે.

ઍર ઈન્ડિયાનો નવો લોગો ઍર લાઈનની નવી ઓળખ અને રીબ્રાન્ડિંગનો ભાગ છે. નવા લોગોના લૉન્ચ દરમિયાન તાતા સન્સના ચૅરમેન એન ચંદ્રશેખરે કહ્યું કે ઍર ઈન્ડિયાને વિશ્વ સ્તરીય વિમાન કંપની બનાવવાની સફરની શરૂઆત થઈ ગઈ છે. ઈવેન્ટ દરમિયાન ચંદ્રશેખરે કહ્યું, "નવા લોગોને જ તમે આજે અહીં જોઈ રહ્યા છો.. વિસ્ટા ઐતિહાસિક રૂપે અગણિત શક્યતાઓ, પ્રગતિ અને આત્મવિશ્વાસને દર્શાવે છે."

Air India New Logo લૉન્ચ કરવાની ઈવેન્ટ દરમિયાન ચંદ્રશેખરને કહ્યું કે ઍર ઈન્ડિયાએ પોતાની રીબ્રાન્ડિંગ અગણિત શક્યતાઓ અને આત્મવિશ્વાસ સાથે કરી છે. તેમણે કહ્યું કે 15 મહિનાના સફરમાં અમે ઍર ઈન્ડિયાને વિશ્વની સૌથી બહેતરીન એક્સ્પીરિયન્સ, ટેક્નોલૉજી, કસ્ટમર સર્વિસ અને સેવાવાળી વિમાનન કંપની બનાવવા માગીએ છીએ. છેલ્લા 12 મહિનામાં અમે અમારા દરેક પ્રૉજેક્ટ્સ બહેતર બનાવ્યા છે.

ચંદ્રશેખરને કહ્યું કે, "આજનો દિવસ એક ખાસ માઈલસ્ટોન છે કારણકે નવી ઍર ઈન્ડિયા, ઍરલાઈન માટે અમારી પાસે જે દ્રષ્ટિકોણ છે તે એક નવા પુનરુત્થાનવાળા ભારતની પૃષ્ઠભૂમિમાં પણ છે, જ્યાં દરેકની આકાંક્ષાઓ અસીમિત છે."

તેમણે કહ્યું નવો લોગો `ધ વિસ્ટા` સોનાની બારીની ફ્રેમના શિખરથી પ્રેરિત છે, જે અસંખ્ય શક્યતાઓ, પ્રગતિશીલતા અને ભવિષ્ય માટે ઍરલાઈનના સાહસિક, આત્મવિશ્વાસપૂર્ણ દ્રષ્ટિકોણને દર્શાવે છે.

તેમણે કહ્યું કે, "અમે આ યાત્રામાં છેલ્લા 15 મહિના દરમિયાન પરિવર્તન પર કામ કરી રહ્યા છીએ કારણકે અમારી દ્રષ્ટિ આ ઍરલાઈનને સુરક્ષા, ગ્રાહકસેવા અને અનુભવ મામલે વિશ્વ સ્તરીય બનાવવાની છે, જેને માટે ઍર ઈન્ડિયા કંપની જાણીતી છે. પણ આ માટે પ્રૌદ્યોગિકી પર ખૂબ જ વધારે કામ કરવાની જરૂર છે."

તેમણે કહ્યું, "અમે સૌથી મોટા કાફલાનો ઑર્ડર આપ્યો છે. આમાં સમય લાગશે અને આ દરમિયાન અમારે અમારા હાલના કાફલાને સ્વીકાર્ય રીતે નવીનીકૃત કરી લીધો છે."

તાતા દ્વારા ઍરલાઈનનું અધિગ્રહણ કર્યા બાદથી ઍર ઈન્ડિયાની રીબ્રાન્ડિંગમાં ઝડપ આવી છે.

air india tata national news business news tech news technology news