14 February, 2023 04:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓએ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ) માટે વધારાના શૅરો ગીરવી મૂક્યા છે. સ્ટૉક એક્સચેન્જ ફાઇલિંગ મુજબ અમેરિકન શૉર્ટ-સેલર દ્વારા એના બજારમૂલ્યમાં ૧૦૦ અબજ ડૉલરથી વધુનું નુકસાન થયું છે.
આ પણ વાંચો: નૉર્વેના વેલ્થ ફન્ડે પણ અદાણી ગ્રુપમાં પોતાનો હિસ્સો વેચ્યો
અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જીએ ભારતના સૌથી મોટા ધિરાણકર્તા એસબીઆઇના એકમ, એસબીઆઇ કૅપ ટ્રસ્ટી કંપની પાસે શૅર ગીરવી મૂક્યા છે.
અદાણી પોર્ટ્સના ૭૫ લાખ જેટલા વધુ શૅર ગીરવી મૂકવામાં આવ્યા છે, જે એસબીઆઇ કૅપ સાથેના તમામ શૅરના કુલ એક ટકા સુધી લઈ જશે. અદાણી ગ્રીનના કિસ્સામાં ૬૦ લાખ વધુ શૅર ગીરવી મૂક્યા છે. અદાણી ટ્રાન્સમિશનના ૧૩ લાખ વધુ શૅર ગીરવી મૂકીને કુલ ૦.૫૫ ટકા હિસ્સો થાય છે એમ ફાઇલિંગ દર્શાવે છે.