18 March, 2023 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
અદાણી (Adani) સમૂહ માટે રાહતના સમાચાર આવ્યા છે. અદાણીના ત્રણ સ્ટૉક ભારતીય બજારના સ્ટૉક એક્સચેન્જ NSEએ શૉર્ટ ટર્મ એડિશનલ સર્વિલાન્સ મેજર (ASM)માંથી ખસેડી દીધા છે. આ ત્રણ શૅર- અદાણી એન્ટરપ્રાઈઝેઝ, અદાણી પાવર અને અદાણીના છે. આ આજે એટલે કે 17 માર્ચ 2023થી જ પ્રભાવી થવા જઈ રહ્યા છે. ગુરુવારે એક સર્ક્યુલરમાં NSEએ કહ્યું કે 17 માર્ચ, 2023થી 10 સિક્યોરિટીઝને અલ્પકાલિક ASMના ઢાંચામાંથી બહાર રાખવામાં આવશે. આમાં અદાણી એન્ટરપ્રાઈઝેઝ, અદાણી વિલ્મર અને અદાણી પાવર સામેલ છે. જણાવવાનું કે આ અદાણીના આ સ્ટૉક્સને ASM ફ્રેમવર્કના હેઠળ 8 દિવસ પછી બહાર કાઢી નાખવામાં આવશે. જણાવવાનું કે માર્કેટના જાણકારો પ્રમાણે, આ સમાચાર બાદ અદાણીના શૅરની તેજી પણ શક્ય છે.
આ શૅરને કરવામાં ફ્રેમવર્કમાંથી બહાર
એક્સચેન્જે કહ્યું કે આ સિક્યોરિટીઝ પર `બધા હાલના ડેરિવેટિવ કૉન્ટ્રેક્ટ પર એએસએમ પહેલા માર્જિન ફરી જેમના તેમ કરવામાં આવે.` ઢાંચામાંથી બહાર કરવામાં આવેલા અન્ય સ્ટૉક છે... કિરી ઈન્ડસ્ટ્રીઝ, તાતા ટેલીસર્વિસિઝ, યૂનીઈન્ફો ટેલીકૉમ સર્વિસેઝ, ડીબી રિયલ્ટી, પેન્નાર ઈન્ડસ્ટ્રીઝ, ફોકસ લાઈટિંગ એન્ડ ફિક્સચર, અને ગીકે વાયર્સ છે.
આ પણ વાંચો : Covid-19 : ભારતમાં આવશે કોરોનાની લહેર! ઝડપથી ફેલાય છે નવું સબ વેરિએન્ટ
કંપનીના શૅર
બીએસઈ પર, અદાણી એન્ટરપ્રાઈઝેઝના શૅર સામાન્ય વધારા સાથે રૂપિયા 1842.60 પર બંધ થયો. જ્યારે અદાણી વિલ્મર 1.4 ટકા ઘટીને 420.95 રૂપિયે બંધ થયું, અને અદાણી પાવર 1.7 ટકા ઘટીને 198.75 રૂપિયા પ્રતિ શૅર પર બંધ થયું હતું.