15 March, 2019 08:26 PM IST |
પૈસા ઉપાડવા માટે ATM કાર્ડની જરૂર નહી પડે
ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એક સારા સમાચાર લાવી રહી છે. તમે અત્યાર સુધી ક્યારેય એવું સાંભળ્યું છે કે ATM મશીનમાં કાર્ડ વગર પૈસા ઉપાડી શકાય. નહી ને, તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આ નવી સુવિધા તેના ગ્રાહકો માટે લાવી રહ્યું છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ના ગ્રાહકોને હવે ATM કાર્ડથી છુટકારો મળી શકે છે. સ્ટેટ બેન્ક હવે તેના ગ્રાહકો માટે ATM મશીનમાંથી નાણા ઉપાડવા માટે એક સારી સુવિધાને લઇને એક સારા સમાચાર આવી રહ્યા છે. એસબીઆઇની એપ્લિકેશન YONO ને લઇને આ સુવિધા આપી રહી છે.
આવી સુવિધા આપનારી SBI દેશની પહેલી બેન્ક બની
ATM કાર્ડ વગર જ પૈસા ઉપાડવાની સુવિધા આપનાર સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા (SBI) ભારત દેશની પહેલી બૅંક બની છે. મોબાઇલ એપ્લિકેશન YONO ડિજીટલ બૅંકિંગ પ્લેટફોર્મ સર્વિસ છે. જે 85 ઈ-કૉમર્સ કંપનીઓને આ સેવા આપે છે. SBIએ નવેમ્બર 2017માં આ App લોન્ચ કરી હતી. સ્ટેટ બેન્કના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી 2019 સુધીમાં YONO Appને 1.8 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે. તેના 70 લાખ યુઝર્સ છે.
જાણો અહીં, કાર્ડ વગર ATMમાંથી પૈસા કઇ રીતે કાઢી શકશે
- SBI ના ગ્રાહકને YONO App પર કેશ કાઢવા માટેનો વિકલ્પ મળશે.
- APPમાં કેશ ટ્રાન્જેકશન માટે 6 આંકડાનો પિન સેટ કરવો પડશે.
- આ ટ્રાન્જેકશન માટે તેમને તમારા મોબાઈલ પર SMS દ્વારા 6 આંકડાનો રેફરન્સ નંબર પણ મળશે.
- ત્યારબાદ તમે નજીકના ATMમાં જઈને 30 મિનિટની અંદર પૈસા કાઢી શકો છો.
આ પણ વાંચો: રિઝર્વ બૅન્ક હવે વધારશે બૅન્કોના ઑડિટર્સની જવાબદારી
- ત્યાં તમારે 6 આંકડાનો પિન અને 6 આંકડાનો રેફરન્સ નંબર નાખવો પડશે. તે નાખતા જ ATM મશીનમાંથી પૈસા તમારા હાથમાં આવી જશે.
- આ નવી વ્યવસ્થાથી તમારા કાર્ડથી થતાં ફ્રોડનું જોખમ પુરૂ થઈ જશે.
- આ સેવા આપનારા ATMનું નામ Yono કેશ પોઈન્ટ હશે.