રૂપારેલ રિયલ્ટીએ પરેલમાં કર્યો રૂપારેલ નોવા પ્રોજેક્ટ લૉન્ચ

28 March, 2019 11:21 AM IST  | 

રૂપારેલ રિયલ્ટીએ પરેલમાં કર્યો રૂપારેલ નોવા પ્રોજેક્ટ લૉન્ચ

અમિત રૂપારેલ

આઇકૉનિક સ્પેસનું નિર્માણ કરવા માટે પ્રસિદ્ધ રિયલ એસ્ટેટ ડેવલપર રૂપારેલ રિયલ્ટીએ પરેલમાં એનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘રૂપારેલ નોવા’ લૉન્ચ કર્યો છે. પ્રોજેક્ટમાં ૩૬૮ ચોરસફીટથી શરૂ તેના ૧BHK અપાર્ટમેન્ટના ૧૬૫ યુનિટ સામેલ છે. આ લોકેશન મહત્વપૂર્ણ વાણિજ્યિક કેન્દ્રોની નજીક હોવા ઉપરાંત જોડાણની સારી સુવિધા ધરાવતું હોવાથી નોકરિયાત વર્ગ માટે આદïર્શ છે. આ પ્રોજેક્ટની મુખ્ય ખાસિયત એ છે કે એ ૩૬૮ ચોરસફીટથી ૩૭૪ ચોરસફીટ (કાર્પેટ એરિયા)ની મહત્તમ ફ્લોર સ્પેસ ઑફર કરે છે. એની કિંમત ૯૯ લાખ રૂપિયા છે અને ૧૦:૮૦:૧૦ સ્કીમ પણ છે. સુઆયોજિત અને બેસ્ટ ડિઝાઇન ઘરમાં રહેવાની ઇચ્છા ધરાવતા લોકો માટે બેસ્ટ એવા આ પ્રોજેક્ટમાં બે કાર પાર્કિંગ ટાવર છે. રૂપારેલ નોવા એક ટાવરનો પ્રોજેક્ટ છે જેમાં પૂલસાઇડ ડેક સાથે રિફ્રેશિંગ સ્કાય પૂલ, લક્ઝરી લાઉન્જ સાથે સ્કાય ડેફ કાફે, સુંદર સ્કાય ઑબ્ઝર્વેટરી ડેક, સિનિયર સિટિઝન લાઉન્જ અને કાર્ડિયો સ્ટુડિયો સાથે ફિટનેસ સેન્ટર, ફ્રૂટ્સ જૂસ અને સલાડ બાર, વચ્યુર્અલ સિમ્યુલેશન ગેમ્સ સાથે વાઇફાઇ ગેમિંગ ઝોન, એક્યુપ્રેશર પાથ સાથે મલ્ટિલેવલ વેહિકલ પાર્કિંગ સ્પેસ વગેરે જેવી ઇન્ટરનૅશનલ કક્ષાની સુવિધાઓ ધરાવે છે. ગ્રાહકોને પ્રોત્સાહન માટે ૩૧ માર્ચ, ૨૦૧૯ પહેલાં બુકિંગ કરાવનાર ગ્રાહકોને સંપૂર્ણપણે ફર્નિશ્ડ અપાર્ટમેન્ટ ઑફર કરે છે.

લૉન્ચ વખતે રૂપારેલ રિયલ્ટીના મૅનેજિંગ ડિરેક્ટર અમિત રૂપારેલે જણાવ્યું હતું કે ‘સાઉથ મુંબઈમાં ઘર ખરીદવા ઇચ્છતા લોકો માટે ૧BHK શોધવું મુશ્કેલ છે. આ પ્રકારના પ્રોજેક્ટ મુખ્ય શહેરથી અત્યંત દૂર હોય છે અથવા મધ્યમ વર્ગ માટે પરવડે એવા નથી હોતા. તાજેતરમાં અમે ૧BHK અપાર્ટમેન્ટની વધુ માગ જોઈ છે ખાસ કરીને સાઉથ મુંબઈમાં. આવા પ્રોજેક્ટ માટે પરેલ એકદમ યોગ્ય લોકેશન હતું.

આ પણ વાંચો : વિજય માલ્યાના UBHL શૅર્સના વેચાણ દ્વારા 1008 કરોડ એકત્ર કરાયા: ED

મુંબઈમાં કોઈ પણ પ્રોજેક્ટ માટે લોકેશન અને કિંમત સૌથી મહત્વપૂર્ણ હોય છે, કેમ કે મોટા ભાગની વસ્તી નોકરિયાત છે. મુખ્ય ગ્રાહક તરીકે અમારી નજર યુવા નોકરિયાત વર્ગ પર છે. ઉપરાંત રોકાણકારો પણ આવા ૧ગ્ણ્ધ્ના પ્રોજેક્ટમાં રોકાણ કરવા આતુર હોય છે, કેમ કે એ સરળતાથી ભાડે આપી શકાય છે.’

news