24 January, 2019 07:47 PM IST | નવી દિલ્હી
રવનીત સિંહ ગિલ (ફાઇલ)
યસ બેંકે ગુરૂવારે રવનીત સિંહ ગિલને બેંકના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ તરીકે પસંદ કરી લીધા છે. રેગ્યુલેટરી ફાઇલિંગમાં બેંકે જણાવ્યું કે તેને ગિલના નામ પર રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ) તરફથી મંજૂરી મળી ગઈ છે. રવનીત સિંહ ગિલ 1 માર્ચ, 2019ના રોજ કાર્યભાર સંભાળી લેશે. ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ બેંકને કહ્યું હતું કે તેઓ એક ફેબ્રુઆરી સુધીમાં પોતાનો સીઇઓ પસંદ કરી લે.
આ સમાચાર પછી યસ બેંકના શેર્સ 16 ટકાના ઉછાળા સાથે 227 રૂપિયા પ્રતિ શેરના સ્તરે પહોંચી ગયા હતા. દિવસનો કારોબાર ખતમ થવા પર બેંકના શેર 8.39 ટકાની તેજી સાથે 213.85 રૂપિયા પ્રતિ શેરના સ્તરે બંધ થયા. ઉલ્લેખનીય છે કે ગિલ આ પહેલા ડોઇશ બેંકના સીઇઓ હતા.
યસ બેંકે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું, "બેંકને પોતાના નવા એમડી અને સીઇઓ માટે રવનીત સિંહ ગિલના નામ પર આરબીઆઇ તરફથી મંજૂરી મળી ગઈ છે. તેઓ એક માર્ચ, 2019 અથવા ત્યારબાદ કાર્યભાર સંભાળશે."
આ પણ વાંચો: અનિલ અંબાણી સામેની અદાલતના તિરસ્કારની અરજીની સુનાવણી 25 ફેબ્રુઆરી
બેંકના ક્વાર્ટરલી નફામાં થયો ઘટાડો
31 ડિસેમ્બર, 2018ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન બેંકના નેટ પ્રોફિટમાં 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નિવેદન પ્રમાણે યસ બેંકનો નેટ પ્રોફિટ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન 1002 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ગયા વર્ષે આ સમાન સમયગાળામં તે 1077 કરોડ રૂપિયા હતો. એક્સપર્ટ્સે અનુમાન લગાવ્યું હતું કે બેંક ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 1060 કરોડ રૂપિયાનો પ્રોફિટ નોંધાવશે.