02 November, 2023 05:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચલણમાં રહેલી ૨,૦૦૦ રૂપિયાની નોટોમાંથી ૯૭ ટકાથી વધુ બૅન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે અને આવી માત્ર ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની નોટો જ લોકો પાસે હવે ચલણમાં છે, એમ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે જણાવ્યું હતું.
આ વર્ષે ૧૯ મેએ આરબીઆઇએ ૨,૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.
ચલણમાં રહેલી ૨,૦૦૦ રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય જે ૧૯ મે, ૨૦૨૩ના રોજ કારોબારના અંતે ૩.૫૬ લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે ૨,૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, જે બંધ સમયે ઘટીને ૦.૧૦ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
દેશની આરબીઆઇની ૧૯ ઑફિસમાં લોકો ૨,૦૦૦ રૂપિયાની બૅન્ક નોટ જમા કરાવી શકે છે અથવા તો બદલી શકે છે.