વાયદાવાળા પાંચમાંથી ૪ એનએસઈ ઇન્ડેક્સ ડાઉન, માત્ર નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ માંડ-માંડ ટક્યો

29 May, 2024 07:59 AM IST  |  Mumbai | Kanu J Dave

નિફ્ટી મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ પણ 0.77 ટકા, 90 પૉઇન્ટ્સ ઘટી 11582 રહ્યો હતો. 25માંથી 18 શૅરો ગબડ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

વાયદાવાળા પાંચ ઇન્ડેક્સમાંથી મંગળવારે સૌથી વધુ નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 0.85 ટકા, 590 પૉઇન્ટ્સ ઘટી 68545 બંધ રહ્યો હતો. 50માંથી 28 શૅરો ડાઉન હતા એમાં સૌથી વધુ અદાણી પાવર 4 ટકા, 28 રૂપિયા ઘટીને 677 પર આવી ગયો હતો. વૉલ્યુમમાં ડિલિવરીનું પ્રમાણ 49 ટકા હતું. 24 મેએ 52 સપ્તાહનો 720 રૂપિયાનો હાઈ ભાવ થયો હતો. સાપ્તાહિક લો 675 છે, એ તૂટે તો માસિક બૉટમ 572ના સ્તરે છે. નૌકરી (ઇન્ફો એજ) પણ 3 ટકા, 192 રૂપિયા તૂટી 46 ટકાના ડિલિવરી પ્રમાણ સાથે 6065 બંધ આવ્યો હતો. સાપ્તાહિક હાઈ-લો 6546-6037ને ધ્યાનમાં રાખવા.

ડીએલએફ, બૅન્ક ઑફ બરોડા અને હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ અઢીથી પોણાત્રણ ટકા ઘટી અનુક્રમે 818, 263 અને 5012 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. આ જ ઇન્ડેક્સનો યુનાઇટેડ સ્પિરિટ જોકે સવાબે ટકા વધીને 1184 થયો હતો. 65 ટકા ડિલિવરી વૉલ્યુમ હતું. સોમવારે બજાર બંધ થયા પછીના કૉન્ફરન્સ કૉલમાં કરાયેલ પ્રેઝન્ટેશનની સારી અસર જોવાઈ હતી. ઉપરમાં 1250 અને નીચામાં 1150ને મહત્ત્વ આપવું.

નિફ્ટી મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ પણ 0.77 ટકા, 90 પૉઇન્ટ્સ ઘટી 11582 રહ્યો હતો. 25માંથી 18 શૅરો ગબડ્યા હતા. સૌથી વધુ વોડાફોન આઇડિયા 4 ટકા, 3.32 રૂપિયા ઘટી 46 ટકા ડિલિવરી ઊતરતાં 14.55 થયો હતો. વિક્લી લો 13.45 તો મન્થ્લી લો 12.13નું છે. મિડકૅપ સિલેક્ટના ગોદરેજ પ્રૉપર્ટી, કો ફોર્જ, ફેડરલ બૅન્ક, કોન્કોર અને એચપીસીએસ પણ બે-અઢી ટકા ઘટી અનુક્રમે 2771, 5142, 160, 1079 અને 545 રૂપિયા બંધ રહ્યા હતા. સામે એચડીએફસી એમસી અને ઑરોબિંદો ફાર્મામાં પોણાબે ટકાનો સુધારો જોવાતાં ભાવ અનુક્રમે 3990 અને 1217 રૂપિયા રહ્યા હતા. આ ઇન્ડેક્સનો 24 જૂનની એક્સપાયરીવાળો વાયદો કૅશ કરતાં પ્રીમિયમમાં 11601ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટી આજે પણ 0.19 ટકા, 44 પૉઇન્ટ ગુમાવી 22900થી નીચે જઈ 22888 બંધ હતો. તાજેતરમાં જ 23110.80નો નવો રેકૉર્ડ હાઈ દર્શાવ્યો હતો. સેન્સેક્સે પણ 0.29 ટકા, 220 પૉઇન્ટના લોસે 75170નું ક્લોઝિંગ આપ્યું હતું. બૅન્કેક્સ 0.34 ટકા, 191 પૉઇન્ટ્સ ઘટી 56080 બંધ રહ્યો હતો. બૅન્કેક્સના 10માંથી 8, સેન્સેક્સના 30માંથી 20 અને નિફ્ટીના 50માંથી 28 શૅરો ઘટ્યા હતા. નિફ્ટી બૅન્ક 0.28 ટકા, 139 પૉઇન્ટ્સ ઘટી 49142 તો નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 0.08 ટકા, 16 પૉઇન્ટ સુધરી 21982 રહ્યો હતો. બૅન્ક નિફ્ટીના 12માંથી 9 શૅરો ઘટ્યા હતા અને નિફ્ટી ફાઇનૅન્શિયલના 20માંથી 12 શૅરો વધ્યા હતા. 22888ના કૅશ ભાવ સામે નિફ્ટી મે વાયદો 22925 (37 પ્રીમિયમે), જૂન વાયદો 23040 (52 પ્રીમિયમે) અને જુલાઈ વાયદો 23160 (172 પ્રીમિયમે) બજાર બંધ થતી વખતે હતો. મે વાયદો ગુરુવારે સમાપ્ત થશે.    

23.19વાળો વૉલેટિલિટી ઇન્ડેક્સ આજે 24.20 રહ્યો હતો. બાવન સપ્તાહનો સોમવારે જોવાયેલ 26.2નો હાઈ ક્રૉસ થયો નહોતો.

એનએસઈના 77 ઇન્ડેક્સમાંથી 62 ઘટીને બંધ રહ્યા હતા. સૌથી વધુ નિફ્ટી રિયલ્ટી 2.16 ટકા ઘટી 1010 બંધ રહ્યો હતો. સીપીએસઈ 1.61 ટકા ઘટી 6602, પીએસઈ 1.36 ટકાના લોસે 10653, પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ 1.28 ટકા ઘટી 7361 અને એનર્જી ઇન્ડેક્સ 1.21 ટકાના નુકસાને 40795 થઈ ગયા હતા. 

માર્કેટ બ્રેડ્થ બગડી

એનએસઈના 2717 ટ્રેડેડ શૅરોમાંથી 1803 ગબડ્યા, 812 વધ્યા અને 102 એ જ બંધ ભાવે રહ્યા હતા. 52 સપ્તાહની ટોચે 89 તો બૉટમે 35 શૅરો પહોંચ્યા હતા. અપર સર્કિટે 77, પણ લોઅર સર્કિટે 118 શૅરો હતા. બીએસઈ ખાતે સોદા પડેલા 3933માંથી 2594 ડિક્લાઇન્સ, 1236 ઍડ્વાન્સિસ અને 103 શૅરો અનચેન્જ્ડ હતા. 175 શૅરોએ ફિફ્ટી ટુ વીક હાઈ તો 37 શૅરોએ આવો લો ભાવ કર્યો હતો.

રિઝલ્ટ અને સમાચારવાળા આ શૅરોમાં વધ-ઘટ

ગોકુલ ઍગ્રો 12 ટકા વધી 157 રૂપિયા થયો હતો. ટેકઓવર કરનારી પાર્ટીની બજારમાંથી લેવાલી ચાલુ રહેતાં આ ઉછાળો જોવા મળ્યો હતો. હેટસન ઍગ્રોને પણ ટેકઓવર ટાર્ગેટ બનાવ્યાનાં એકસચેન્જોને અપાતા અપડેટ્સના પગલે 11 ટકા વધી 1118 રૂપિયા થયો હતો. ટીમકેનમાં બ્લૉક ડીલ્સના પગલે બે સપ્તાહની ઍવરેજથી 416 ગણા વૉલ્યુમે ભાવ 2.78 વધી 4062 રૂપિયા બંધ આવ્યો હતો. 

એફઍન્ડઓ સ્કૅનર: આ તો મહિનાના છેલ્લા સપ્તાહની રોલર-કોસ્ટર રાઇડ

દર મહિને છેલ્લા સપ્તાહમાં ઇન્ડેક્સના માસિક અને મહિનાના છેલ્લા સપ્તાહના વિક્લી ઑપ્શન્સન્સની સમાપ્તિ આવે એમાં ઑપ્શન રાઇટર્સ મૅક્ઝિમમ પ્રીમિયમ જમી જવાની કોશિશ કરે એથી વલણના છેલ્લા પાંચ દિવસમાં બજારમાં રોલર-કોસ્ટર રાઇડ જેવી વધ-ઘટ જોવા મળે. ઑપ્શન રાઇટર્સ એટલે કે કૉલ કે પુટ ઑપ્શન વેચનારાઓએ લીધેલું પ્રીમિયમ લગભગ પૂરું ખાઈ લે પછી જ બજાર તેઓનાં ઓળિયાં પ્રમાણેના સ્તરે બંધ રહે. આવા સંયોગોમાં બુધવારની વિક્લી ઑપ્શન્સની અને મે વાયદાની એક્સપાયરીમાં નિફ્ટીમાં થયું હતું એમ બૅન્ક નિફ્ટી નવો હાઈ બનાવી 50 હજાર થવાના દરવાજા હજી ખુલ્લા છે. 

મોટા રોકાણકારોની નજરે

ઑરોબિંદો ફાર્મા : વર્તમાન ભાવ 1221

ગોલ્ડમૅન સાક્સનું ટાર્ગેટ 1325 રૂપિયા, સંભવિત લાભ 104 રૂપિયા, 8.51 ટકા

બૅન્ક ઑફ અમેરિકાનું ટાર્ગેટ 1370 રૂપિયા, સંભવિત લાભ 149 રૂપિયા, 12.20 ટકા

સીએલએસએનું ટાર્ગેટ 1320 રૂપિયા, સંભવિત લાભ 99 રૂપિયા, 8.11 ટકા

નઝારા ટેક : વર્તમાન ભાવ 705

સીએલએસએનું ટાર્ગેટ 525 રૂપિયા, સંભવિત લાભ રૂ. 180, 25.52ટકા

જેફરીઝનું ટાર્ગેટ 650 રૂપિયા, સંભવિત લાભ 55 રૂપિયા, 7.80 ટકા 

આઇઆરબી ઇન્ફ્રા : વર્તમાન ભાવ 71.60

સીએલએસએનું ટાર્ગેટ 81 રૂપિયા, સંભવિત લાભ 9.40 રૂપિયા, 13.13 ટકા

જે. કે. લક્ષ્મી સિમેન્ટ : વર્તમાન ભાવ 797

જેફરીઝનું ટાર્ગેટ 905 રૂપિયા, સંભવિત લાભ 108 રૂપિયા, 13.55 ટકા

ગ્લેક્સો સ્મિથક્લાઇન ફાર્મા પાંચ ટકા પ્લસ

કંપનીને મુંબઈ કસ્ટમ્સ તરફથી મળેલી નોટિસ વિશેનો ખુલાસો કરતી માહિતી એક્સચેન્જને મોકલાવી એમાં માત્ર 2000 રૂપિયા જેટલી નાની રકમની પેનલ્ટી અને વ્યાજનો ઉલ્લેખ આવતાં મંગળવારે શૅર 5.40 ટકા ઊછળી 2487 રૂપિયા થયો હતો.  

sensex nifty stock market share market national stock exchange bombay stock exchange business news