મુંબઈમાં વેચાયાં વગરનાં મધ્યમ બજેટનાં ઘરની સંખ્યામાં ૩૩ ટકાનો વધારો

23 June, 2023 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં તમામ બજેટ કૅટેગરીમાં ઓવરઑલ ન વેચાયેલા હાઉસિંગ સ્ટૉકમાં વાર્ષિક ધોરણે ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના જણાવ્યા અનુસાર, મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)માં આ વર્ષના માર્ચના અંતમાં ૪૦થી ૮૦ લાખ રૂપિયાની કિંમતનાં ન વેચાયેલાં ઘરોમાં વાર્ષિક ૩૩ ટકાનો વધારો જોવા મળ્યો છે, જે ૫૩,૫૫૦ યુનિટ્સ થયો છે.

મુંબઈમાં તમામ બજેટ કૅટેગરીમાં ઓવરઑલ ન વેચાયેલા હાઉસિંગ સ્ટૉકમાં વાર્ષિક ધોરણે ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો. ૨૦૨૨ના પહેલા ક્વૉર્ટરમાં ૧.૭૭ લાખ એકમો સામે ૨૦૨૩ના પહેલા ક્વૉર્ટરના અંતમાં ૨.૦૦ લાખ મકાનો વેચાણ વગરનાં રહ્યાં છે.

મિડ-સેગમેન્ટનાં ઘરો (કિંમત ૪૦થી ૮૦ લાખ)ના વેચાયેલા સ્ટૉકમાં એક વર્ષ અગાઉના ૪૦,૨૪૫ એકમોની સરખામણીએ આ વર્ષે માર્ચ સુધીમાં સૌથી વધુ ૩૩ ટકા વધીને ૫૩,૫૫૦ એકમો થયા હતા.

મુંબઈમાં ૮૦ લાખથી ૧.૫૦ કરોડ રૂપિયાની કિંમતનાં ઘરોની ઇન્વેન્ટરી આ વર્ષના માર્ચના અંત સુધીમાં ૨૩ ટકા વધીને ૫૩,૦૮૦ યુનિટ થયો છે જે નાણાકીય વર્ષ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૪૩,૧૪૦ યુનિટ હતો.

૧.૫ કરોડથી ૨.૫ કરોડ રૂપિયાની વચ્ચેનાં ઘરોની ન વેચાયેલી ઇન્વેન્ટરી ૨૨,૮૩૦ એકમોથી સાત ટકા વધીને ૨૪,૪૨૦ એકમો થઈ હતી.

mumbai mumbai news business news