ડિજિટલ પ્રોડક્ટ્સમાં એક સપ્તાહમાં ૨.૨ અબજ ડૉલરનું રોકાણ આવ્યું

22 October, 2024 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે બિટકૉઇન ૦.૨૬ ટકા ઘટીને ૬૮,૨૫૨ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાની ચૂંટણીમાં ક્રિપ્ટોકરન્સીને સાનુકૂળ પરિણામ આવવાની આશાને પગલે ગયા સપ્તાહે વૈશ્વિક ડિજિટલ ઍસેટ રોકાણની પ્રોડક્ટ્સમાં નોંધપાત્ર રોકાણ થયું છે. ૨.૨ અબજ ડૉલરનું આ રોકાણ પાછલા ત્રણ મહિનામાં થયેલું સૌથી વધુ રોકાણ છે.  

અન્ય અહેવાલ મુજબ રશિયન સરકાર અને દેશની સૌથી મોટી ક્રિપ્ટો માઇનિંગ કંપની બિટરિવર હવે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા (BRICS- બ્રિક્સ) દેશોમાં ક્રિપ્ટો ડેટા માઇનિંગ ડેટા સેન્ટર્સ રચવાનું આયોજન ધરાવે છે. આ કાર્ય રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવશે. રશિયન સરકાર અને બિટરિવર ક્રિપ્ટોકરન્સી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એ બન્ને ક્ષેત્રે કાર્ય કરવા માગે છે. નોંધનીય છે કે બિટરિવર આજે પણ પૂર્વ યુરોપના દેશોમાં ૨૧ ડેટા સેન્ટર્સ ધરાવે છે અને દસ તૈયાર થઈ રહ્યાં છે.  

દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે બિટકૉઇન ૦.૨૬ ટકા ઘટીને ૬૮,૨૫૨ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો. ઇથેરિયમમાં ૨.૨૨ ટકાની વૃદ્ધિ સાથે ભાવ ૨૭૦૭ ડૉલર ચાલી રહ્યો હતો. બાઇનૅન્સ ૧.૯૧ ટકા, સોલાના ૪.૯૩ ટકા, રિપલ ૨.૧૭, ડોઝકૉઇન ૨, કાર્ડાનો ૩.૬૨ ટકા અને અવાલાંશ ૧.૫૩ ટકા વધ્યા હતા.

business news crypto currency bitcoin